Kutch: ભારત-PAK બોર્ડરે BSFના બે જવાન શહીદ, પેટ્રોલિંગ દરમિયાન 'ઝીરો લાઇન' પર અચાનક શું થયું?
Kutch Border BSF Jawan: કચ્છ બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહેલા BSFના એક અધિકારી અને પાકિસ્તાન બોર્ડર પર તૈનાત એક જવાનનું મોત થયું છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, સત્તાવાર સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર 'હરામી નાળા' વિસ્તારમાં અતિશય ગરમીને કારણે પેટ્રોલિંગ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સના 5 જેટલા જવાનોને ડિહાઈડ્રેશનની અસર થઈ હતી.
ADVERTISEMENT
Kutch Border BSF Jawan: કચ્છ બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહેલા BSFના એક અધિકારી અને પાકિસ્તાન બોર્ડર પર તૈનાત એક જવાન શહીદ થયા છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, સત્તાવાર સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર 'હરામી નાળા' વિસ્તારમાં અતિશય ગરમીને કારણે પેટ્રોલિંગ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સના 5 જેટલા જવાનોને ડિહાઈડ્રેશનની અસર થઈ હતી.
5 જવાનોને થઈ હતી અસર
સૂત્રોએ જણાવ્યું કે, આ ઘટના શુક્રવારે બની હતી. 5 જેટલા જવાનોને ફરજ દરમિયાન પેટ્રોલિંગ સમયે ડિહાઈડ્રેશનની અસર થઈ હતી. જેમાંથી એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને હેડ કોન્સ્ટેબલને હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશન થયું હતું જેના પરિણામે તેમના જીવ ગયા હતા.
પાણી ન મળવાના કારણે ડિહાઈડ્રેશન થયું
રિપોર્ટ અનુસાર, બંને જવાનો 'ઝીરો લાઇન' પેટ્રોલિંગ પર હતા, દરમિયાન લખપત નજીક બોર્ડર આઉટ પોસ્ટ 1136 નજીક દલદલી ક્રિક પાસે ઘટના બની હતી. નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ક્રિકમાં ફસાઈ જતા પાણી ન મળવાના કારણે તેમના મોત થયાનું હોસ્પિટલ ચોકીના નિવેદનમાં જણાવાયું હતું. બંને જવાનો પાર્થિવ દેહને તેમના વતન મોકલવામાં આવશે. ત્યારે તેઓ ડ્યૂટી પર પડ્યા હતા.
ADVERTISEMENT
જેસલમેરમાં પણ ગરમીના કારણે એક જવાનનું મોત થયું હતું
તમને જણાવી દઈએ કે આ પહેલા મે મહિનામાં રાજસ્થાનમાં પણ ગરમીના કારણે એક BSF જવાનનું મોત થયું હતું. મે મહિનામાં કાળઝાળ ગરમીના કારણે જેસલમેરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન BSFના એક જવાનનું મોત થયું હતું. આ જવાનનું પણ હીટ સ્ટ્રોકને કારણે મોત થયું હતું.
જેસલમેરમાં શહીદ થયેલા જવાનનું નામ અજય કુમાર હતું, જે BSFના 173મા કોર્પ્સના જવાન હતા અને કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા. તે પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના રહેવાસી હતા અને ભારત-પાકિસ્તાન સરહદ પર ભાનુ ચોકી પર ફરજ બજાવતા હતા. તે દરમિયાન જેસલમેરમાં ખૂબ જ ગરમી હતી અને તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર કરી ગયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT