ગાંધીનગરમાં મંદિરની ધ્વજા બદલતા બે ભાઈઓના વીજ કરંટથી મોત, માનતા પૂરી કરવા સુરતથી આવ્યા હતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: આજે અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણા શહેરોમાં રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. આ વચ્ચે ગાંધીનગરના સાદરા ગામમાં વીજ લાઈનને અડી જતા બે સગા ભાઈઓના મોત થયા હતા. બંને ભાઈઓ રથયાત્રાને લઈને મંદિર પર ધ્વજા બદલી રહ્યા હતા. દરમિયાન તે વીજ લાઈનને અડી જતા મોતને ભેટ્યા હતા, જે બાદ ગામમાં શોકના માહોલ વચ્ચે સાદાઈથી રથયાત્રા નીકળી હતી.

ધ્વજા બદલતા સમયે વીજલાઈનને અડી ગયા
વિગતો મુજબ, ગાંધીનગરના સાદરા ગામમાં આજે અષાઢી બીજના દિવસે સવારથી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી હતી. દરમિયાન ગામમાં આવેલા મંદિર પર બે સગાભાઈ બાધા પૂર્ણ કરવા માટે ધ્વજા બદલી રહ્યા હતા. આ સમયે જ ત્યાંથી નીકળતી GEBની વીજલાઈનને અડતી જતા બંનેને કરંટ લાગ્યો હતો અને આખરે તેમનું મોત થઈ ગયું. બંને ભાઈ સુરતથી માનતા પૂર કરવા માટે ગાંધીનગર આવ્યા હતા અને મહિનાથી અહીં રોકાયા હતા. ત્યારે એકસાથે આ રીતે બે ભાઈઓના મોત થતા પરિવાર તથા ગ્રામજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

બે ભાઈઓના મોત બાદ સાદાઈથી નીકળી રથયાત્રા
સમગ્ર મામલે ચીલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બે સગા ભાઈઓના આ રીતે કરુણ મોત થતા ગામમાં સાદગીથી રથયાત્રા યોજવામાં આવી હતી. નોંધનીય છે કે બંને ભાઈઓના મોત બાદ ગ્રામજનો દ્વારા GEB પર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંદિર પરથી પસાર થતી વીજ લાઈન અંગે અનેકવાર ફરિયાદ કરવા છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી, જેમાં આખરે બે ભાઈઓને પોતાના જીવ ગુમાવવા પડ્યા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT