MORBI દુર્ઘટના અંગે CM-PM દ્વારા ટ્વીટ, મંત્રીએ ચમરબંધીને નહી છોડાય તેવો ચવાયેલો ખોંખારો ખાધો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: ગુજરાતમાં ભ્રષ્ટાચારનો એક નમુનો ચૂંટણી પહેલા જ જાહેર થયો હતો. મોરબીમાં હજી ત્રણ દિવસ પહેલા જ ખુલ્લો મુકવામાં આવેલો પુલ તુટી પડ્યો હતો. જેના કારણે પુલ પર રહેલા અનેક લોકો નદીમાં પડ્યા હતા. હાલ તો રાહત અને બચાવ કામગીરી સ્થાનિક તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. મોરબીમાં ત્રણ દિવસ પહેલા જ આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પહેલા રવિવારે જ લોકો મોટી સંખ્યામાં આ પુલને જોવા માટે આવી પહોંચ્યા હતા.જો કે મોડી સાંજે આ બ્રિજ તુટી પડતા અનેક લોકો નદીમાં પટકાયા હતા. હાલ તો સ્થાનિક ફાયર તંત્ર અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા રાહત અને બચાવકાર્ય ચલાવવામાં આવી રહ્યું છે.

જો કે ઘટના અંગે માહિતી મળતાની સાથે જ મંત્રી બ્રિજેશ મેરજા સહિતના મંત્રી અને ધારાસભ્યો ઘટના સ્થળે પહોંચી ચુક્યાં હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ સંભવિત મદદ કરવાની બાંહેધરી પણ આપવામાં આવી હતી. હાલ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

ADVERTISEMENT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને તેઓ સ્ટેચ્યુઓફ યુનિટી ખાતે હાજર હતા દરમિયાન મોરબીમાં આ દુર્ઘટના બની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ પણ દુર્ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેઓ મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હોવા ઉપરાંત રાહત અને બચાવ કાર્યમાં જરૂરી તમામ મદદ માટેનું આશ્વાસન અપાયું છે.

જો કે આ અંગે બ્રિજેશ મેરજા સાથે વાત કરતા તેમણે સરકારી અને ચવાઇ ગયેલો જવાબ આપ્યો હતો. કોઇ પણ જવાબદાર વ્યક્તિને છોડવામાં નહી આવે અને તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. કડકમાં કડક સજા કરવામાં આવશે તેવી સાંત્વના પણ આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT