વડોદરા: ટ્યુશન ટીચરે વિદ્યાર્થિનીને વોડકા પીવડાવી, દીકરીને લથડીયા ખાતી જોતા ભાંડો ફૂટ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: શહેરના નિઝામપુરામાં આવેલા અર્પણ કોમ્પલેક્ષમાં ટ્યુશન માટે જતી ધોરણ 10ની એક વિદ્યાર્થિનીને ટ્યુશનના શિક્ષક દ્વારા વોડકા પીવડાવી શારીરિક શોષણ કરવાનો પ્રયત્ન કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ટ્યુશન ગયેલી દીકરા સાંજે લથડીયા ખાતી જોઈને માતા હોસ્પિટલ લઈ ગઈ હતી, બાદમાં માતાએ શિક્ષક સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નિઝામપુરાની ટ્યુશન ક્લાસીસમાં ભણવા જતી દીકરી
ઘટનાની વિગતો મુજબ, વાઘોડિયા રોડ પર આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં દીકરીના ટ્યુશન ટીચર સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ મુજબ, તેનો પતિ વિદેશમાં રહે છે અને તેની દીકરી ધોરણ 10માં અભ્યાસ કરે છે. તે સ્કૂલ બાદ બપોરે નિઝામપુરામાં આવેલા ટ્યુશન ક્લાસીસમાં જતી હતી. જોકે 3 ઓગસ્ટના રોજ દીકરીની તબિયત ખરાબ હોવાથી તે સ્કૂલે નહોતી ગઈ પરંતુ બપોરે ટ્યુશન ગઈ હતી.

ટ્યુશનેથી ઘરે આવતા મોડું થતા માતાએ વીડિયો કોલ કર્યો
ટ્યુશન પૂરું થવા છતાં દીકરી ઘરે ન આવતા માતાએ તેને સાંજે 7 વાગ્યે ફોન કર્યો હતો. જોકે દીકરીએ પોતે ટ્યુશનમાં મોડું થશે એમ કહીને ફોન કાપી નાખ્યો હતો. જોકે ટ્યુશન પત્યાના 1 કલાક બાદ પણ દીકરી ન આવતા માતાએ વીડિયો કોલ કરીને કોની સાથે છે એમ પૂછતા દીકરીએ ચોપડી બતાવી અને તેની સામે પ્રશાંત સર બતાવ્યા હતા. થોડા સમય બાદ પ્રશાંત નામના આ શિક્ષકે મહિલાને ફોન કરીને જણાવ્યું કે, તમારા ઘરનું એડ્રેસ આપો. તમારી દીકરીને વાગ્યું હોવાથી ચાલી શકે તેમ નથી એટલે તેને ઘરે મૂકવા આવવું છે.

ADVERTISEMENT

દીકરીના મોઢામાંથી ફીણ આવતા હોસ્પિટલમાં દાખલ કરાઈ
થોડા સમય બાદ પ્રશાંત નામનો આ શિક્ષક વિદ્યાર્થિનીને લઈને ઘરે પહોંચ્યો હતો. આ સમયે તેની તબિયત ખરાબ હોવાથી મહિલાએ તેના ભાઈને બોલાવ્યા હતા. જે બાદ દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં દીકરીને ઈજા નહીં પરંતુ મોઢામાંથી ફીણ આવતા હતા. જોકે દીકરીએ હકીકતમાં વોડકા પીધું હોવાનું સામે આવતા મહિલાએ શિક્ષક શારીરિક શોષણ કરવાના ઈરાદાથી આવું કૃત્યુ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ વિદ્યાર્થિની પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

    follow whatsapp

    ADVERTISEMENT