તુનિશાની માતાનો ઘટસ્ફોટ: આત્મહત્યાના મહિના પહેલા તુનિશાને આવ્યો હતો આ એટેક

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઇ : ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માની આત્મહત્યાનો મામલો સામે આવ્યા બાદ પોલીસ ખુબ જ બારીકીથી તપાસ કરી રહી છે. કેસ અંગેના દરેક પાસાઓની તપાસ ચાલી રહી છે. વસઇ પોલીસે આજતક સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અભિનેત્રીના સુસાઇડ મુદ્દે કહ્યું કે, તુનિશાએ સુસાઇડ કરી હતી. ત્યારે તેની અંતે શું થયું હતું? પોલીસે આ મુદ્દે હવે તુનિશા અને તેના મિત્રો શીજાને મોબાઇલ ફોનની ફોરેન્સિક તપાસ પણ કરાવી રહ્યું છે.

ભીલોડા ST તંત્ર માણસાઈ પણ ન રાખી શક્યું, 80 વિદ્યાર્થીઓ રાત્રે અટવાયા- Video

અભિનેત્રીની નજીકના લોકોને વિશ્વાસ નથી કે તે આત્મહત્યા કરી શકે
અભિનેત્રીના મિત્ર અને નજીકના લોકોનાઅનુસાર તેઓ વિશ્વાસ નથી કરી શકતા કે તુનિશા હવે આ દુનિયામાં નથી. તમામ જાણવા માંગે છે કે, આખરે તુનિશાને કયા મુદ્દે આટલું મોટુ પગલું ઉઠાવવા માટે મજબુર કર્યા? પછી તેણે પોતે આટલું ભયાનક પગલું કઇ રીતે ઉઠાવ્યું?

ગીર સોમનાથના ખેડૂતોએ દીપડાના ખસીકરણની માંગ કરી, વન વિભાગ પણ ચોંકી ઉઠી

ખુબ જ ખુશ થઇને ઘરેથી શુટિંગ માટે નિકળી હતી તુનિશા
વસઇ પોલીસના અનુસાર તુનિશા શનિવારે સવારે પોતાના ઘરેથી ટીવી સીરિયલના સેટ પર શૂટિંગ કરવા માટે ખુબ જ ખુશનુમા વાતાવરણમાં નિકળી હતી. પહેલી શિફ્ટનું શુટિંગ પુર્ણ થયા બાદ કો સ્ટાર શીઝાન અને તુનિશાએ મેકઅપ રૂમમાં બપોરે 3 વાગ્યે એક સાથે લંચ પણ કર્યું હતું. પોલીસ આ વાતની તપાસ કરી રહી છે કે, આ દરમિયાન એવું તે શું થયું કે 3.15 વાગ્યે તુનિશાએ આત્મહત્યા કરી લીધી હતી.

ADVERTISEMENT

ભાવનગરઃ વકીલે યોગ્ય વાહન પાર્ક ન કરતા પોલીસ સાથે થઈ બબાલ ચોડી દીધા ચાર લાફા, વકીલો નારાજ

પોલીસને લંચ દરમિયાન જ કંઇક અજુગતુ થયાની આશંકા
પોલીસને શંકા છે કે મેકઅપ રૂમમાં લંચ કરવા દરમિયાન જ એવું થયું હતું, જેના કારણે તુનિશાએ આત્મહત્યા જેવું પગલું ઉઠાવ્યું હતું. આ વાતની માહિતી મેળવવા માટે પોલીસ સીરિયલ સાથે જોડાયેલા લોકો સાથે પુછપરછ કરી રહ્યા છે અનેક લોકોનાં નિવેદન ઉપડી રહ્યા છે. પોલીસે તુનિશા અને શિઝાનના મોબાઇલ ફોનને તપાસ માટે ફોરેન્સિક લેબ માટે મોકલી દેવાયા છે. જેથી બંન્ને વચ્ચે થયેલા કોલ્સ અને ચેટ્સને રિટ્રીવ કરવામાં આવી શકે અને માહિતી મળી શકે કે, બ્રેકઅપ બાદ 15 દિવસમાં એવું શું થયું કે, તુનિશાએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના અનુસાર તુનિશાની માંએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, 6 મહિના પહેલા શીઝાન સાથે રિલેશનશિપ મુદ્દે તુનિશા ખુબ જ ખુશ હતી. તેણે વાત પણ કરી હતી. જો કે 15 દિવસ પહેલા શિઝાન સાથે બ્રેકઅપ કરી લીધું હતું. ત્યાર બાદ તે ખુબ જ તણાવમાં રહેવા લાગી હતી. તુનિશાના માંએ સુસાઇડ માટે શીઝાનને જવાબદાર ઠેરવ્યા હતા.

માર્ગ પર ટેન્કર પલટી જતા થઈ જોવાજેવી, લોકોએ ડિઝલ સમજી લૂંટી માર્યું; જાણો બધુ

તુનિશાને મહિના પહેલા જ આવ્યો હતો એન્ઝાઇટીનો એટેક
તુનિશાની માં ઉપરાંત અભિનેત્રીના કાકાએ પણ શીઝાન પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, અલીબાબા શરૂ થતાની સાથે જ તુનિશા અને શીઝાન એક બીજાની નજીક આવ્યા હતા. લગભગ 10 દિવસ પહેલા તુનિશાને એંજાયટી એટેક પણ આવ્યો હતો. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરાવાયા હતા. કાકાએ કહ્યું કે, જ્યારે હું તેને મળવા માટે ગઇ ત્યારે તેણે મને કહ્યું કે, મારી સાથે ખોટું થયું છે. માના નિવેદન અનુસાર તુનિશા જ્યારે ડિસ્ચાર્જ થઇ હતી, ત્યારે ડોક્ટરે પરિવારને તેનું ખાસ ધ્યાન રાખવા અને કોઇ પણ પ્રકારે સ્ટ્રેસથી દુર રાખવા માટેની સલાહ આપી હતી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT