આદિવાસી પિથોરા દેવના પેઈન્ટીંગનો ઉપયોગ થયો ફેશન શોમાં, રોષે ભરાયો રાઠવા આદિવાસી સમાજ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાતનો રાઠવા આદિવાસી સમાજ કેટલીક ફેશન ઈન્સ્ટિટ્યૂટ અને ફેશન ડિઝાઈનરો પર ભારે રોષે ભરાયો છે અને આ રોશનું કારણ છે ફેશન શોમાં રાઠવા આદિવાસી પિથોરા દેવનું પેઈન્ટીંગ. આદિવાસી સમાજના લોકોનું કહેવું છે કે તેમની સંસ્કૃતિનું અપમાન થઈ રહ્યું છે અને રાઠવા સમાજના લોકોએ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને બેંગ્લોરમાં ફેશન ઈન્સ્ટિટ્યૂટ સામે આવેદનપત્ર આપ્યું છે. તેમણે માંગ કરી છે કે આ મામલે કાર્યવાહી કરવામાં આવે. જેઓ તેમના ભગવાનનું અપમાન કરે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે અને તેઓએ માફી માંગવી જોઈએ.

શું છે ઘટના
થોડા દિવસો પહેલા બેંગ્લોર સ્થિત એક ફેશન ઇન્સ્ટિટ્યૂટમાં ફેશન પરેડ કરવામાં આવી હતી અને તેનો વીડિયો યુટ્યુબ પર વાયરલ થયો હતો, જેમાં રેમ્પ પર ચાલી રહેલા પિથોરા પેઇન્ટિંગના કપડાને ફેશન તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જે પિથોરા દેવ છે તેનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને રાઠવા સમાજ નું કહેવું છે, કલેક્ટરને આવેદનપત્ર આપીને આવા લોકોની તપાસ કરીને કાર્યવાહી કરી ફેશન ઈસ્ટિટ્યૂટ દ્વારા માફી માંગવી જોઈએ તેવી માંગ કરી છે. કારણ કે તેમના ઇષ્ટદેવ છે. ઇષ્ટદેવતા માટે લખેલી સ્ક્રિપ્ટ કપડા પર પહેરવામાં આવતી નથી. જેનાથી ઇષ્ટદેવનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

આદિવાસી સમાજના પિથોરા દેવ પર પેઇન્ટિંગ બાબતે પરેશ રાઠવાએ જણાવ્યું કે પિથોરા દેવતાના દેવ છે. હજારો વર્ષ પહેલા આપણો સમાજ ગુફામાં રહેતો હતો અને પોતાની કુદરતી આફત અને સુખદુઃખના પિથોરા દેવ પાસે માનતા પૂર્ણ કરવા માટે ગુફાઓમાં ઘોડાના રૂપમાં ઘોડાના ચિત્રો બનાવતા હતા. આ પરંપરા આજે પણ ચાલુ છે. ઘરોની દિવાલો પર વ્રતની પૂર્ણાહુતિ, પિથોરા ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેમના દેવને પ્રસન્ન કરવા માટે કુદરતી રંગોથી ઘોડાઓના ચિત્રો બનાવે છે.

ADVERTISEMENT

ફેશન શોમાં રાઠવા આદિવાસી પિથોરા દેવનું ચિત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને ગુજરાતનો રાઠવા આદિવાસી સમાજ કેટલીક ફેશન ઈન્સ્ટિટ્યૂટ અને ફેશન ડિઝાઈનરો પર ભારે રોષે ભરાયો છે. બેંગ્લોરમાં ફેશન ઈન્સ્ટિટ્યૂટ સામે આવેદનપત્ર આપ્યું છે. તેમણે માંગ કરી છે કે આ મામલે કાર્યવાહી કરવામાં આવે.

    follow whatsapp

    ADVERTISEMENT