આણંદમાં ઝાડ પડતા 4 બાળકો દટાયાઃ 1 કલાક પછી બાળકીને કઢાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

આણંદઃ આણંદના વિદ્યાનગર ખાતે એક મોટી કરુણાંતિકા સર્જાઈ છે. અહીં એક વિશાળકાય ઝાડ પડી જવાને કારણે ચાર બાળકો તેના નીચે દબાઈ ગયા છે. ત્રણ બાળકોને તો સ્થાનીક લોકોએ બચાવ્યા પરંતુ એક બાળકીને 1 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી અને આરે તે પણ બચી જતા સહુએ હાંશકારો લીધો હતો.

બે દિવસ પહેલા ઝાડનો એક ભાગ પડ્યો હતો પણ…
આણંદમાં આજે સોમવારે એક મોટી ઘટના ઘટતા રહી ગઈ હતી. જોકે આ ઘટનામાં પણ તમામના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. કારણ કે અહીં એક કદાવર ઝાડ પડી જતા તેની નીચે ચાર બાળકો દટાયા હતા. જોકે તુરંત કામગીરી હાથ ધરતા સ્થાનીકોએ ત્રણ બાળકોને સફળતાથી બચાવી લીધા હતા પરંતુ એક બાળકી ઝાડની નીચે દટાયેલી હતી. આ મામલે ફાયર વિભાગને જાણ કવરામાં આવતા આખરે વિભાગે 1 કલાકની જહેમત બાદ બાળકીને બહાર કાઢી હતી.

મિલાવટી દૂધ મામલે દોષિતના જામીન પર 42 વર્ષે SCમાં સુનાવણી- હવે ન્યાય મળે તો કેટલો યથાર્થ?

બાળકીને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જોકે આ બાળકી ભારે મહેનતને અંતે જીવિત રહેતા સહુએ રાહતનો દમ લીધો હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ આ ઝાડનો એક ભાગ પડ્યો હતો. તે છતા નગર પાલિકાની બેદરકારી કહો કે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં.

ADVERTISEMENT

(ઈનપુટઃ હેતાલી શાહ, આણંદ)

    follow whatsapp

    ADVERTISEMENT