Gandhinagar News: રાજ્યમાં બદલીનો દોર યથાવત! 18 નાયબ સચિવ કક્ષા વર્ગ-1ના અધિકારીઓની બદલી

ADVERTISEMENT

Gandhinagar
Gandhinagar
social share
google news
  • ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીનો ધમધમાટ શરૂ થયો છે
  • 18 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે
  • IAS બાદ IPSની બદલીઓના આદેશની શક્યતા

TDO Transfer: લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા રાજ્યમાં બદલીનો ઘમઘમાટ શરૂ થયો છે. પહેલા રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની બદલી કરવામાં આવી ત્યારબાદ આજે રાજ્ય સરકાર દ્વારા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 18 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 ના તાલુકા વિકાસ અધિકારી સંવર્ગ તરીકે ફરજ બજાવતા 25 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

TDOની બદલીનું આખું લિસ્ટ

IAS બાદ IPSની બદલીઓના આદેશની શક્યતા

ગઇકાલે રાજ્યના 50 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. મોટાભાગના DDO અને કલેકટરનો બદલીમાં સમાવેશ કરવામાં આવ્યો. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલી કરાઈ છે. હવે ગૃહ વિભાગ એટલે કે પોલીસ વિભાગમાં સામૂહિક બદલીઓના ઓર્ડરની તૈયારી થઈ ચૂકી છે. આગામી બે દિવસમાં પોલીસ વિભાગમાં બદલીઓના સામૂહિક આદેશની શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા એકસાથે IAS બાદ IPSની બદલીઓ નિશ્ચિત છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT