ચૂંટણીની તૈયારી, રાજ્યના 24 GAS અને IAS અધિકારીઓની બદલી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની તડમાર તૈયારી ચાલી રહી છે. રાજકીય પક્ષો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે તો બીજી તરફ તંત્ર પણ ચૂંટણીની તૈયારીએ લાગી ગયું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. 10 ઓગસ્ટે 64 જીએએસ કેડરના અધિકારીઑની બદલી થયા બાદ આજે ફરી 24 GAS અને IAS અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આગમનને લઈને રાજ્યના વહીવટી તંત્રમાં ભારેખમ બદલાવ આવી રહયા છે. જેનો દૌર આજે પણ યથાવત રહ્યો છે. જેમાં આજે ગુજરાત રાજ્યના 24 GAS અને IAS અધિકારીઓની બદલી કરી નવા સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે. ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર અંગે ચર્ચાએ જોર પકડ્યું હતું. જેને સરકારે સત્તાવાર મહોર લગાવી છે. જેમાં 24 GAS અને IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

10 ઓગસ્ટે કરાઈ હતી 64 જીએએસ કેડરના અધિકારીઓની બદલી
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને એક જ સ્થળે વધુ સમયથી ફરજ બજાવનાર અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને નવી જગ્યાએ ફરજ સોંપવામાં આવી છે. આ પહેલા 10 ઓગસ્ટે 79 નાયબ કલેક્ટર અને 64 જીએએસ કેડરના સિનિયર સ્કેલના અધિકારીઓની વાદળી કરવામાં આવી હતી.

ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT