ગાંધીનગરમાં દુર્ઘટનાઃ સાબરમતી નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરતા 5 લોકો ડૂબ્યા, 3ના મોત

ADVERTISEMENT

Tragedy in Gandhinagar
સાબરમતી નદીમાં ડૂબી 3 જિંદગી
social share
google news

Dashama Murti Visarjan: ગાંધીનગરમાં દશામા (Dasha Maa)ની મૂર્તિ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જતાં 3 લોકોના દુઃખદ મૃત્યુ થયાં છે. હાલ પોલીસ દ્વારા ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 

ગાંધીનગરમાં સર્જાઈ દુર્ઘટના

મળતી માહિતી અનુસાર, હિન્દુ મહિનાની અષાઢના અમાવસ્યા પર ભક્તો તેમના ઘરમાં માટીથી બનેલી સાંઢણીની સ્થાપના કરીને દશામાના વ્રતની શરૂઆત કરે છે. ભક્તો હિન્દુ દેવ ગણેશની મૂર્તિ સાથે દેવી દશામાની મૂર્તિ અથવા છબી સ્થાપિત કરે છે. જે ભક્તો આ વ્રત ધારણ કરે છે, તેઓ પ્રથમ દિવસે તેમના જમણા હાથ પર 10 ગાંઠોનો દોરો પહેરે છે અને દિવસમાં એકવાર જમે છે. દરરોજ પૂજા, આરતી કરે છે, વ્રતકથાનું વાંચન છે અને પ્રસાદી ગ્રહણ છે. વ્રત 10 દિવસ સુધી ઉજવાય છે. અંતિમ દિવસે ભક્તો જાગરણ કરે છે. વ્રત પૂર્ણ થયે વહેલી પરોઢે મૂર્તિને નદીમાં વિસર્જન કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે દશામાના વ્રતનો છેલ્લો દિવસ હોવાથી ઠેર-ઠેર ભક્તો માતાજીની મૂર્તિ પધારવવા માટે ગયા હતા. આ દરમિયાન ગાંધીનગરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. 

મૂર્તિ પધરાવતી વખતે સર્જાઈ દુર્ઘટના

ગાંધીનગરમાં સેક્ટર 30 પાસે સાબરમતી નદીમાં એક પરિવાર માતાજીની મૂર્તિ પધરાવવા માટે ગયો હતો. આ દરમિયાન સાબરમતી નદીમાં મૂર્તિ  પધરાવવા જતાં બેલેન્સ બગડતા એક વ્યક્તિ પાણીમાં ડૂબી હતી, જે બાદ એક બીજાને બચાવવા જતા પાંચ લોકો પાણીમાં ડૂબ્યા હતા. જેમાંથી 2 લોકોને ત્યાં કામ કરતા સ્થાનિકોએ બચાવી લીધા છે. અન્ય ત્રણ લોકો પાણીમાં ગરકાવ થયા હતા.
 

ADVERTISEMENT

ત્રણેયના મૃતદેહ મળ્યા

આ અંગેની જાણ મનપા ફાયર વિભાગ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડૂબેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. જેમાં શોધખોળ બાદ અજયભાઈ વણજારા (ઉં.વ 30), ભારતીબેન પ્રજાપતિ (ઉં.વ 34), પૂનમબેન પ્રજાપતિ (ઉં.વ 12)ના મૃતદેહ મળી આવ્યા હતા. 

ઈનપુટઃ દુર્ગેશ મહેતા, ગાંધીનગર
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT