વેપારીઓ હવે કપડા સાથે તિરંગો આપશે ફ્રી, 10 લાખ ઝંડાનો લક્ષ્યાંક
સંજય સિંહ રાઠોડ/સુરત : કેન્દ્ર સરકાર આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવવા માટે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે. જે અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ…
ADVERTISEMENT
સંજય સિંહ રાઠોડ/સુરત : કેન્દ્ર સરકાર આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવવા માટે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે. જે અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 13,14 અને 15 ઓગસ્ટે દર ઘરે તિરંગો લહેરાવવાના લક્ષ્યાંક સાથે સરકાર કામ કરી રહી છે. સરકારના આ અભિયાનને સમગ્ર દેશમાં ખુબ જ સારૂ સમર્થન મળી રહ્યું છે. ગુજરાતના સુરતમાં સાડીના વેપારીઓ દરેક સાડીના પેકિંગ સાથે એક તિરંગો ફ્રીમાં પેક કરવાનું શરૂ કર્યું છે. જે દેશના અલગ અલગ રાજ્યોનાં નાના મોટા શહેરો અને ગામડાઓ સુધી મોકલવામાં આવી રહ્યા છે.
એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટમાં હર ઘર તિરંગા અંગે અનોખો ઉત્સાહ
એશિયાની સૌથી મોટી કપડા માર્કેટ સુરતથી દેશ અને વિદેશ સુધી કપડાના વેપારીઓ કાપડ મોકલે છે. સુરતની કપડા માર્કેટ પોતાની નવી નવી પ્રોડક્ટ માટે પ્રખ્યાત છે. અહીંના કપડાના વેપારીઓ સરકારના કોઇ પણ નિર્ણયને સમર્થન આપતા હોય છે. સરકાર હર ઘર તિરંગા લહેરાવવાનું જે અભિયાન શરૂ કર્યું છે તેના સમર્થન માટે કપડા વેપારીઓ દ્વારા દરેક પ્રોડક્ટ સાથે તિરંગો મોકલવામાં આવી રહ્યો છે. આ પ્રકારે અનોખા અંદાજમાં ઉજવણી કરવામાં આવી રહી છે.
કપડા માટે ખાસ તિરંગા પ્રકારનું બોક્ષ તૈયાર કરાયું
સાડીના વેપારીઓ દ્વારા તિરંગા સાથે સાડી મોકલવા માટે ખાસ બોક્સ પેકિંગ પણ તૈયાર કરવામાં આવ્યું છે. તિરંગા જેવું જ દેખાડું પેકિંગ બોક્સ તૈયાર કરવામાં આવ્યું છે. તિરંગા અભિયાનને પોતાની તરફથી સફળ બનાવવા માટે આ પગલું ઉઠાવાયું છે. સુરતનું સાડી માર્કેટ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ ખાસ પેકિંગ અંગે હાલ વેપારીઓને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
10 લાખથી વધારે તિરંગા આપવાનો વેપારીઓનો લક્ષ્યાંક
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા 10 કરોડ ત્રિરંગા છાપવાનો ઓર્ડર સુરતના કપડા મિલ માલિકીને આપ્યો હતો. સરકારના ઓર્ડરને પુર્ણ કરવા માટે સુરતના કપડા મિલ માલિકોએ નો પ્રોફિટ નો લોસ હેઠળ તિરંગા છાપીને સરકારને સોંપ્યા હતા. હવે વેપારીઓ પોતાની જાતે ઇનિશિએટીવ લઇને આ અંગે કામ કરી રહ્યા છે. 10 લાખ તિરંગા સાડી સાથે આપવાનો લક્ષ્યાંક છે.
ADVERTISEMENT