હાઈવે પર જતા સાવધાન! બહુચરાજી હાઈવે પર કાર આંતરી કપાસના વેપારી પાસેથી રૂ.70 લાખની લૂંટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહેસાણા: દિવાળીના તહેવાર પહેલા રાજ્યમાં ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા છે. ગઈકાલે જ ધોળકા હાઈવે પર બંદુકની અણીએ કરોડોના હિરાની લૂંટ કરાઈ હતી. ત્યારે હવે મહેસાણા હાઈવે પર વેપારી સાથે લૂંટની ઘટના બની છે. કેટલાક અજાણ્યા શખ્સોએ વેપારીની કારને હાઈવે પર રોકાવીને માર મારીને રૂ.70 લાખની લૂંટ ચલાવી હતી.

હાઈવે પર કાર આંતરીને લૂંટ
ઘટનાની વિગતો મુજબ, કડીથી કપાસના વેપારી રૂ. 70 લાખ લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન બહુચરાજી હારિજ હાઈવે પરથી તેઓ નીકળ્યા ત્યારે 4 લોકોએ રોડ વચ્ચે આવીને તેમની ગાડીને રોકાવી હતી. જેવી વેપારીએ ગાડી રોકી આ ચારેય વ્યક્તિઓ તેમને માર મારવા લાગ્યા અને બાદમાં તેમની પાસે રહેલા રૂ. 70 લાખ લઈને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ વેપારીએ બહુચરાજી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી
હાલમાં સમગ્ર મામલે પોલીસે જિલ્લામાં નાકાબંધી કરીને લૂંટારૂઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. નોંધનીય છે કે, આ પહેલા મંગળવારે રાત્રે અમરેલીથી ખાનગી ટ્રાવેલ્સમાં જતા આંગડિયાના કરોડોના હિરા અને રોકડ રકમની ચોરી થઈ હતી. રાત્રે બે વાગ્યે કેટલાક શખ્સોએ બસને રોકાવી હતી અને બાદમાં પિસ્તોલની અણીએ આંગડિયા પાસેથી રોકડ રકમ અને હિરા સહિતનો કરોડોનો માલ સામાન લૂંટીને ફરાર થઈ ગયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT