બનાસકાંઠા: AC ચેમ્બરમાં બેસતા નેતાઓથી ગરમી સહન ન થઈ, ચાલુ સભાએ ટ્રેક્ટરમાં કૂલર મગાવવું પડ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

શક્તિસિંહ રાજપૂત/બનાસકાંઠા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્યપ્રદેશથી “રાષ્ટ્રીય સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન- 2047” નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે દેશને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. ત્યારે બનાસકાંઠાના દાંતામાં આવેલા મોટાસડા ગામમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સિકલસેલ ડીસીઝના દર્દીઓ અને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ અર્પણ કરી સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન-2047 નો શુભારંભ કરાવ્યો હતો. જોકે આ દરમિયાન એક ખાસ કારણના લીધે આરોગ્ય મંત્રી ચર્ચામાં આવી ગયા છે.

મોટાસડા ગામમાં હતું સરકારી કાર્યક્રમનું આયોજન
હકીકતમાં દાંતના મોટાસડા ગામમાં કાર્યક્રમ દરમિયાન ભારે ગરમી હતી. એવામાં આરોગ્ય મંત્રી તથા સ્ટેજ પર બેઠેલા અન્ય નેતાઓને પણ ગરમી લાગી હતી, જે બાદ તાત્કાલિક ટ્રેક્ટર કૂલરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે બાદ ટ્રેક્ટરમાં કૂલર લાવીને સ્ટેજ સામે ચાલુ કરવામાં આવ્યું હતું. કૂલરની ઠંડા હવા સ્ટેજ સુધી પહોંચે તે માટે કાર્યક્રમના સ્ટેજની આસપાસ બાંધવામાં આવેલું કપડું પણ ઊંચું કરી લેવામાં આવ્યું હતું. બીજી તરફ કાર્યક્રમમાં હાજર લોકો માટે આવી કોઈ સુવિધા નહોતી કરાઈ. એવામાં ગરમી લાગતા લોકો પણ કાર્યક્રમ છોડીને ચાલતી પકડી હતી. જોકે મંત્રીજી માટે તાત્કાલિક સ્ટેજ પર ઠંડી હવાની વ્યવસ્થા થઈ જતા આ બાબત ચર્ચાનો વિષય બની હતી.

સ્ટેજ પર આરોગ્ય મંત્રી સાથે અન્ય કોણ હતું?
ખાસ છે કે, આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સાથે સ્ટેજ પર રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયા, જયરાજસિંહ પરમાર પ્રદેશ કારોબારી સદસ્ય, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી, વિવિધ આરોગ્ય અધિકારીઓ, બનાસકાંઠાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના લોકો હાજર હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT