JUNAGADH માં અચાનક રોપ વે બંધ કરી દેવાયો પ્રવાસીઓ નિરાશ, PM મોદીના પ્રવાસની તૈયારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ : એશિયાના સૌથી મોટા રોપ વે 10 થી 15 દિવસ સુધી બંધ રહેશે. 19 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢમાં રોપ વેની સફર માણવા માટે આવવાના છે.

દિવાળીની રજાઓ આવી રહી છે ત્યારે ટેક્નિકલ કારણોથી આજથી એટલે કે 10 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ગિરનાર રોપ વે બન્ધ રહેશે. દુર દુરથી આવી રહેલા પ્રવાસીઓને ગિરનાર રોપ વેની રોમાંચક સફર કર્યા વગર જ જવું પડશે એટલે કે 9999 પગથીયા ચડીને જવું પડશે. મેઇન્ટેન્સ કારણોથી બંધ કરવામાં આવેલા રોપ વેમાં શું વડાપ્રધાન આવવાનાં છે તેની જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે?

ટેક્નિકલ કારણોથી અને મેન્ટેન્સના કારણોથી હાલ 6 દિવસ માટે ઉડન ખટોલો બંધ રહેશે જેના કારણે આ ઉડન ખટોલો બંધ રહેશે. જો કે તેના કારણે આવનારા પ્રવાસીઓએ અઘવડતા ભોગવવી પડશે. આ અંગે જણાવતા એક પ્રવાસી અર્જૂન ભાઇએ જણાવ્યું કે, છ લોકો ખુબ જ આશા સાથે આવ્યા હતા કે ઉડનખટોલામાં બેસીને માતાજીના દર્શન અને દત્તાત્રેય જશે પરંતુ અચાનક ખબર પડી કે આ સેવા બંધ કરી દેવાઇ છે. હવે દર્શન કરવા માટે પગપાળા જ જવું પડશે. જો આવું જ કરવાનું હતું તો અગાઉથી જ જાહેરાત કરવી જોઇતી હતી.

ADVERTISEMENT

આ અંગે રોપવેનુંસંચાલન કરતા અધિકારીએ જણાવ્યું કે, આગામી દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને ટ્રોલી વધારવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલીક ટેક્નિકલ સર્વિસ પણ અપડેટ કરવાની હોવાથી. જેથી કોઇ મુશ્કેલી ન આવે તે માટે આગામી પ્રવાસીઓ તેનો સંપુર્ણ આનંદ ઉઠાવી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. પ્રવાસીઓને થઇ રહેલા નુકસાન બદલ અમને ખેદ છે.

જૂનાગઢમાં 24 ઓક્ટોબર,2020 ના રોજ શરૂ થયેલા આ પ્રોજેક્ટ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું. ગિરનારના પહાડ સમુદ્ર તળથી 3300 ફુટ ઉંચાઇ પર છે. વૃદ્ધ અને બાળકો માટે ચડવું ખુબ જ મુશ્કેલ છે. જેના કારણે આ ખુબ જ આકરો પ્રોજેક્ટ હોવા છતા પણ ઉડનખટોલાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગત્ત બે વર્ષમાં તે લગભગ 5 લાખ કરતા પણ વધારે યાત્રીઓ આવીને આ રોમાંચક સફરની મજા લઇ ચુક્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુત્રો અનુસાર દેશના વડાપ્રધાન 19 ઓક્ટોબરે જૂનાગઢ આવશે તો તેઓ રોપ વેની મુસાફરી કરશે. હાલ તો પ્રવાસીઓ પરેશાન અને નિરાશ થઇને પરત ફરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT