Vadodara માં દારૂ પીધેલી મહિલાએ શહેર માથે લીધું, પોલીસને માર માર્યો અને…
Vadodara News: વડોદરામાં નશાની સ્થિતિમાં પોલીસ સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. હાલ તો મહિલા…
ADVERTISEMENT
Vadodara News: વડોદરામાં નશાની સ્થિતિમાં પોલીસ સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. હાલ તો મહિલા વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ થયો છે. આ ઉપરાંત સરકારી કામમાં રુકાવટ અને પોલીસ સાથે અયોગ્ય વર્તન જેવી વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
તથ્યકાંડ બાદ ડ્રાઇવને કારણે અનેક દારૂડીયાઓ ઝડપાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલકાંડ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા ડ્રાઇવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાત્રી દરમિયાન વડોદરા પોલીસ ગોકુળનગર નજીક વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન પોલીસની ટીમે એક ગાડીને ચેકિંગ કરવા માટે અટકાવી હતી. જો કે કાર ચલાવી રહેલી યુવતી ઉશ્કેરાઇ ગઇ હતી. ગાડીમાંથી નિકળીને પોલીસ જવાનો સાથે બોલાચાલી કરવા લાગી હતી.
પોલીસ સાથે ઝપાઝપી અને મારામારી કરી
ત્યાર બાદ નીચે ઉતરીને પોલીસ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ પોલીસને ગાળો બોલવા લાગી હતી. આ ઉપરાંત ઘટના સ્થળ પર હાજર એક પોલીસ કર્મચારીને લાફો ઝીંકી દીધો હતો. પોલીસ કર્મચારી દ્વારા અનેક વિનંતી છતા પણ યુવતી માની નહોતી. જેથી આખરે મહિલા પોલીસને બોલાવાઇ હતી. જો કે મહિલા પોલીસ કોન્સ્ટેબલના કાબુમાં મહિલા આવતી નહોતી. મનફાવે તે પ્રકારે વર્તવા લાગી હતી.
ADVERTISEMENT
મોના હિંગુ નામની યુવતીએ આખુ વડોદરા માથે લીધું
વીડિયોમાં દેખાતી યુવતીનું નામ મોના હિંગુ છે. તે રાત્રે વાસણા-ભાયલી રોડ પર બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ કરતા ચેકિંગ દરમિયાન ઝડપાઇ હતી. પોલીસ દ્વારા આ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તો આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો મહિલા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
(દિગ્વિજય પાઠક)
ADVERTISEMENT
ADVERTISEMENT