ધોધમાર વરસાદે અમરેલીના હાલ કર્યા બેહાલ , પૂરમાં તણાઇ પોસ્ટ ઓફિસની મહિલા કર્મચારી
હિરેન રવૈયા, અમરેલી: રાજ્યભરમાં ચોમાસાની ખૂબ જ સારી શરૂઆત થઈ છે. ત્યારે વરસાદને લઈ ખેડૂતો ખુશ ખુશાલ જોવ મળી રહ્યા છે. બીજી તરફ આજે પણ…
ADVERTISEMENT
હિરેન રવૈયા, અમરેલી: રાજ્યભરમાં ચોમાસાની ખૂબ જ સારી શરૂઆત થઈ છે. ત્યારે વરસાદને લઈ ખેડૂતો ખુશ ખુશાલ જોવ મળી રહ્યા છે. બીજી તરફ આજે પણ અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો ઓળઘોળ જોવ મળ્યા છે. ત્યારે અવિરત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને લઈ લિલિયાના ગુંદરણ ગામે પોસ્ટ ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારી સાથે તેની બહેન પાણીમાં તણાઇ છે. જેમાંથી એક કર્મચારીનો બચાવ થયો છે. જ્યારે એકની શોધખોળ શરૂ છે
અમરેલીના રાજકમલ ચોક, ભીડ ભંજન, બસ સ્ટેન્ડ રોડ, કલેકટર કચેરી માર્ગ સહિતના વિસ્તારો પાણી પાણી થયા છે. જ્યારે અમરેલીના લાઠી રોડ, લીલિયા રોડ સહિતના વિસ્તારોની સોસાયટીઓમાં પણ પાણી ભારાયા છે. વરસાદ વધવાની શક્યતાઓ વચ્ચે આકાશ થયું કાળું ડીબાંગ. થયું છે.
અમરેલીમાં રોડ પર ભરાયા પાણી
અમરેલીમાં મેઘ મહેરથી રોડ રસ્તાઓ થયા પાણી પાણી થયા છે. અમરેલીના લાઠી રોડ પર રિલાયન્સ અને એચ.પી.ના પેટ્રોલ પંપમાં વરસાદી પાણી ઘુસ્યા છે. ત્યારે લાઠી રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. જેને લઈ વાહન ચાલકોને પારાવાર પરેશાની થઈ રહી છે.
ADVERTISEMENT
લિલિયામાં એક યુવક તણાયો
અમરેલીના લીલિયા પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે લીલીયાના જાત્રુડા, સલડી, ગોઢાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ દરમિયાન લીલીયાની નાવલી નદી બે કાંઠે થઈ વહેતી થઈ હતી. ત્યારે ગેસનો બાટલો લઈને નાવલી નદી ક્રોસિંગ કરતા વેળા યુવક ગેસના બાટલા સાથે તણાયો. નદીના પ્રવાહમાં યુવક તણાતો વિડીયો વાયરલ થયો હતો.યુવકની આગળ જતાં કિનારે બચી ગયો. ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો
પોસ્ટમાં કામ કરતાં મહિલા કર્મચારી પાણીમાં તણાઇ
અમરેલીમાં આજે પણ સતત વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન લીલીયાના ગુંદરણ ગામે બે યુવતીઓ પાણીના પ્રવાહમાં તણાઇ છે. પોસ્ટમાં સર્વિસ કરતી યુવતી પાંચતલાવડા ગામે પોસ્ટનો થેલો લેવા જતા સર્જાઈ દુર્ઘટના.
પોસ્ટમાં સર્વિસ કરતી યુવતી સાથે બહેન બાઇક પર જતી વેળા દુર્ઘટના ઘટી હતી. જોકે પૂરના પ્રવાહમાં તણાતી બે બહેનો માંથી એક બહેનનો થયો આબાદ બચાવ થયો છે. ત્યારે બીજી તરફ સાફીયા મહેશ વસાવા નામની 23 વર્ષની યુવતી પૂરના પ્રવાહમાં તણાઈ છે. ત્યારે આ ઘટનાને લઈ તંત્ર ઘટનાસ્થળે પહોચ્યું છે. ધારાસભ્ય મહેશ કસવાળાએ કલેકટરને જાણ કરી NDRF ની ટીમ મોકલવાની રજૂઆત કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT