અમરેલીના ખાંભા ગીરમાં ધોધમાર વરસાદ, જગતનો તાત ખુશ ખુશાલ
અમરેલી:રાજ્યમાં વરસાદની આગાહી છે. ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા ગીરના ગ્રામ્ય પંથકમાં મેઘો મુશળધાર વરસ્યો. ખાંભાના ચકરાવા, બોરાળા ભાણીયા બાબરપરા સહિત ગામોમાં ભારે વરસાદ,ચકરાવા ગામે શેરીઓમાં…
ADVERTISEMENT
અમરેલી:રાજ્યમાં વરસાદની આગાહી છે. ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા ગીરના ગ્રામ્ય પંથકમાં મેઘો મુશળધાર વરસ્યો. ખાંભાના ચકરાવા, બોરાળા ભાણીયા બાબરપરા સહિત ગામોમાં ભારે વરસાદ,ચકરાવા ગામે શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખાંભા ગીર પંથકમાં આગોતરું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશી,વાવણી બાદ ધોધમાર વરસાદ વરસતા જગતનો તાત ખુશ ખુશાલ જોવા મળ્યો છે.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આજે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે ખાંભા તાલુકામાં ભારે વરસાદથી ચકરાવા ગામે શેરીઓમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. અમરેલી – ખાંભા ગીરના ગ્રામ્ય પંથકમાં મેઘો મુશળધાર વરસ્યો છે. જેમાં ખાંભાના ચકરાવા, બોરાળા, ભાણીયા બાબરપરા સહિત ગામોમાં ભારે વરસાદ આવ્યો છે. ખાંભા ગીર પંથકમાં આગોતરું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
વાવણી બાદ ધોધમાર વરસાદ વરસતા જગતનો તાત ખુશ ખુશાલ છે. ચકરાવા ગામે શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવતા એક બાજુ લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે ખેતરમાં વાવાણી થઇ હોવાથી ખેડૂતોમાં રાહત થઇ છે. બીજી તરફ કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે 10 દિવસ મોડુ ચોમાસુ શરુ થયુ છે. આ વર્ષે ચોમાસુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી ચોમાસું શરૂ થયુ છે.
ADVERTISEMENT
છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગોધરા અને માતરમાં નોંધાયો છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી )
ADVERTISEMENT
ADVERTISEMENT