આવતી કાલે CM ભુપેન્દ્ર પટેલ મા નર્મદાનું કરશે પૂજન, સરદાર સરોવર છલોછલ ભરાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદા : નર્મદે સર્વદે માં નર્મદા પર બાંધેલ સરદાર સરોવર નર્મદા ડેમ આજે તેની પૂર્ણ મહત્તમ સપાટી સુધી પહોંચી ગયો છે. જેને કારણે જ આવતી કાલે રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ માં નર્મદાના વધામણાં કરવા માટે પોતે આવી રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જલાસપાટી સીઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર થઈને પ્રથમવાર 138.45 મીટરે પહોંચી છે.

આવતી કાલે મુખ્યમંત્રી પોતે જ આવશે
જેને લઈને નર્મદા નિગમના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે. નર્મદા ડેમ હવે માત્ર 23.સેમી મીટર મહત્તમ સપાટીથી દૂર હોય આજે સાંજ સુધીમાં મહત્તમ સપાટી – 138.68 મીટર સુધી પહોંચી શકે છે. જેને લઈને નર્મદા નિરના વધામણાં કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે આવી રહ્યા છે. જેને કારણે હાલ નર્મદા નિગમના અધિકારીઓએ તૈયારીઓ કરવાનું શરૂ કરી દીધું છે. આજે નર્મદા નિગમ દ્વારા માં નર્મદાની વિધિવત પૂજા કરવા માટે બ્રાહ્મણને પણ ડેમ પર ક્યાં જગ્યાએ પૂજા વિધિ કરવી એ અંગે જાણકારી મેળવી હતી.

નર્મદા ડેમમાં સતત થઇ રહી છે પાણીની આવક
હાલ ઉપરવાસમાંથી પાણીની આવક – 2,23,308 ક્યુસેક આવી રહી છે. એટલે જે હાલ 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે. મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક.2,23,308 ક્યુસેક થઈ રહી છે ત્યારે આજે સવારે 10 દરવાજા 1.30 મીટર 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. એટલે કે સવારે 10 કલાકના 10 દરવાજા ખોલીને નર્મદા નદીમાં કુલ જાવક – 1,50,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT