ખેડૂત પાસેથી 1 રૂપિયા કિલોના ભાવે જતા ટમેટા બજારમાં 10 ના કઇ રીતે થઇ જાય છે
ગાંધીનગર : શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે શિયાળાની સિઝન એટલે કે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક ખાવાની છે. આ સીઝનની અંદર લીલોતરી શાકભાજીનું ઉત્પાદન વધી…
ADVERTISEMENT
ગાંધીનગર : શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે શિયાળાની સિઝન એટલે કે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક ખાવાની છે. આ સીઝનની અંદર લીલોતરી શાકભાજીનું ઉત્પાદન વધી ગયું છે. લોકોને જો કે શાકભાજીનાં ભાવમાં કોઇ મોટી રાહત મળી રહી નથી. બીજી તરફ ખેડૂતો પાસેથી પાણીના ભાવે વસ્તુઓ વેપારી ખરીદી રહ્યા છે. નાગરિકોને રાહત નથી મળી રહી. તો વચ્ચેના પૈસા વેપારીઓ ખાઇને પોતે મલાઇ લઇ રહ્યા છે.
તાજા શાકભાજીના નામે વેપારીઓ ખેડૂતની મહેનતની મલાઇ ખાય છે
તાજા શાકભાજી ખાઈને પોતાનું સ્વાસ્થ્ય સુધારવા માટે લોકો શાકભાજી ખરીદવા તત્પર છે. જો કે આ સીઝનની અંદર છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા, કવાંટ તમામ વિસ્તારની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો ટામેટાનું ઉત્પાદન કરે છે.
વેપારીઓના કારણે ખેડૂતોને મુળ ભાવ પણ નથી મળતા
અહીંથી સુરત અંકલેશ્વર વડોદરા તેમજ મુંબઇ સુધી પણ ટામેટા જાય છે. જ્યારે સિઝનનીશરૂઆત થઇ હતી ત્યારે ટામેટાનો ખૂબ સારો ભાવ આવી રહ્યો હતો. 25 કિલો ટામેટા 400 થી 500 રૂપિયાના સુધીનો ભાવ હતો. જો કે જેમ જેમ હવે સીઝન જામતી જાય છે અને ટામેટાની માંગ વધતી જઇ રહી છે. અત્યારે ટામેટાના ભાવ એકદમ નીચે જતા રહેતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.
ADVERTISEMENT
ટામેટાના ભાવ કિલોએ માત્ર 1-2 રૂપિયા
ટામેટાના ભાવ હવે માત્ર કિલોના બે રૂપિયા હોલસેલમાં થઇ જતા ખેડૂતો ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. તેમની પડતર કરતા પણ નીચી કિંમતે શાકભાજી વેચવાનો વારો આવ્યો છે. ગુજરાત તકની ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરે છે. ખેડૂતો શું કરી રહ્યા છે. આ બાબતે અને તેમની શું વેદના છે તે ખુબ જ ચોંકાવનારી બાબત છે.
ADVERTISEMENT