આજે અમદાવાદ શહેરનો 612 મો જન્મ દિવસ, જાણો શહેરનો ઇતિહાસ અને મહત્વની વાતો
અમદાવાદ: શહેરનો આજે 612મો જન્મ દિવસ છે .ગુજરાતની સલ્તનતની રાજધાની તરીકે સુલતાન અહમદશાહ દ્વારા 26 મી ફેબ્રુઆરી 1411 ના રોજ અમદાવાદની સ્થાપના કરવામાં આવી હતી. …
ADVERTISEMENT
અમદાવાદ: શહેરનો આજે 612મો જન્મ દિવસ છે .ગુજરાતની સલ્તનતની રાજધાની તરીકે સુલતાન અહમદશાહ દ્વારા 26 મી ફેબ્રુઆરી 1411 ના રોજ અમદાવાદની સ્થાપના કરવામાં આવી હતી. અમદાવાદ શહેરે અનેક ઉતાર ચડાવ જોયા બાદ આજે દુનિયાભરમાં નામના મેળવી છે. ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે. ત્યારે ભારતનું પ્રથમ હેરિટેજ સીટી હોવાનું સન્માન પ્રાપ્ત થયું હતું.
વર્ષ 1411 માં અહેમદશાહે જ્યારે આ શહેર વસાવ્યું ત્યારે જે સ્થાપત્યો, કલાકારીગરી સાથેની ઇમારતો, પોળો, હિન્દુ, જૈન-ઇસ્લામીક સ્થાનકો હતાં તેની વિશ્વ પ્રતિષ્ઠા હવે આ હેરિટેજ સિટીથી સ્વીકૃત બની છે. અમદાવાદ ગાંધી આશ્રમ, સાબરમતી નદી અને સ્વતંત્રતા સંગ્રામમાં અનેરા પ્રદાનથી મશહૂર થયું છે. અમદાવાદ શહેર આજે વિશ્વ વિરાસત નગરમાં સ્થાન મેળવીને એક બાદ એક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે.
આ રીતે આવ્યો મરાઠા શાસનનો અંત
અમદાવાદ પર મરાઠાઓનું શાસન હતું. ત્યારે 1817 માં ખેડાના કલેક્ટર ડનલોપે અમદાવાદનો કબજો લેતાં મરાઠા શાસનનો અંત આવી ગયો હતો. બ્રિટિશ શાસનમાં ધીમે ધીમે અમદાવાદ વિકસવા લાગ્યું હતું. આ સાથે જ રોજગાર અને ધંધાનો વિકાસ થવાથી બહારથી અમદાવાદમાં લોકો વસવા લાગ્યા હતા. કાપડની મિલોથી અમદાવાદ ધમધમતું હતું અને તેના કારણે અન્ય વેપાર ધંધાનો પણ ઝડપથી વિકાસ થયો હતો.
ADVERTISEMENT
અમદવાદમાં ગુજરાત રાજ્યનું બંધાયુ તોરણ
1 મે, 1960ના રોજ રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજયનું ઉદ્ઘાટન થયું હતું. અમદાવાદ વર્ષ 1960 થી 1970 સુધી ગુજરાતનું સૌપ્રથમ રાજકીય પાટનગર હતું તથા વર્તમાનમાં આર્થિક પાટનગર ગણાય છે.ગુજરાત વિધાનસભાની શરૂઆતની બેઠકો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મળી હતી. ગુજરાતના પ્રથમ સચિવાલય તરીકે અંબાવાડી વિસ્તારમાં આવેલી પોલિટેકનિક કોલેજ અને રાજ્યપાલના બંગલા તરીકે શાહીબાગમાં આવેલ મોતીશાહી મહેલનો ઉપયોગ થયો હતો.
દેશનું પ્રથમ હેરિટેજ સિટી
સુલતાન અહેમદ શાહ બાદશાહે 26 ફેબુ્રઆરી 1411ના દિવસે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી. આજે શહેરનો 612મો જન્મદિન છે. શહેરને ભારતનું પ્રથમ હેરિટેજ સીટી હોવાનું સન્માન પ્રાપ્ત છે. છેલ્લા બે દાયકામાં શહેરની ભૂગોળનું વિસ્તરણ થયું છે. શહેરનો વિસ્તાર બમણો થઇ ગયો છે.
ADVERTISEMENT
સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલીટીના પ્રમુખ
ગુજરાતના બે પનોતા પુત્રો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની અમદાવાદ કર્મભૂમિ રહ્યું છે. સરદાર પટેલે ધીકતો વકીલાતનો વ્યવસાય છોડીને 1917થી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હતો. તેઓ દરિયાપુર વોર્ડમાંથી ચૂંટાયા હતા. સરદાર પટેલ તા. 9 ફેબ્રુઆરી 1924 થી 13 એપ્રિલ 1928 સુધી અમદાવાદ મ્યુનિસિપાલીટીના પ્રમુખ રહ્યા હતા. તેમણે એલિસબ્રિજ અને મણિનગરનું ટાઉન પ્લાનિંગ કર્યું હતું તે માટે તેમણે કોટ વિસ્તારને ફરતે આવેલી દિવાલને તોડાવી હતી. તેનો સુનેહરો ઇતિહાસ છે.
ADVERTISEMENT
અમદાવાદ અને ગાંધીજી
બીજી તરફ મહાત્મા ગાંધીએ પણ આઝાદી લડાઇમાં અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી. પહેલા તેમણે તા. 20મી મે 1915ના રોજ કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમ કર્યો હતો. તા.17 મી જુન 1917ના રોજ વાડજની સીમમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. 1920 માં ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. 1924 માં સરદાર વલ્લભભાઇ પટેલ અમદાવાદ સુધરાઇના પ્રમુખ બન્યા હતા. 1947માં ભારત દેશ આઝાદ થયો અને 1950 માં અમદાવાદને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળ્યો. બસ ત્યારપછી અમદાવાદે ક્યારેય પાછું વળીને જોયું નથી. આજે તે એક મહાકાય નગર બની ગયું છે. સીમાડાના પ્રદેશો ગણાતા વિસ્તારો આજે અમદાવાદ શહેરના હાર્દસમાન વિસ્તારો બની ગયાં છે. આઝાદી પહેલાં અને પછીનો મહત્ત્વનો કોટ વિસ્તાર આજે પણ મહત્ત્વની ઐતિહાસિક ઇમારતો સાથે અમદાવાદના બુલંદ ઇતિહાસની સાક્ષી પુરે છે. નદીપારનું આધુનિક અમદાવાદ શહેરે વિશ્વભરમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીમાં સ્થાન મળ્યું
અમદાવાદ એક બાદ એક સફળતા હાંસલ કરી રહ્યું હતું ત્યારે વર્ષ 2017માં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીમાં સ્થાન મળ્યું. અમદાવાદ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાંજાહેર થયેલું ભારતનું પ્રથમ શહેર છે. વિશ્વ વિરાસત શહેરની યાદીમાં સ્થાન મેળવવા માટેના યુનેસ્કોના વિવિધ 10 જેટલા માનદંડો પર પાર ઉતરીને અમદાવાદે આ ગૌરવ-સન્માન મેળવ્યું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT