આજે ઉમેદવારો સાથે રાજ્ય સરકારની પણ પરીક્ષા, જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ તંત્ર સજ્જ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાંઆજે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓમાથે અલાલગ અલગ વયસ્થા કરવામાં આવી છે. આ સાથે પરીક્ષાર્થીઓ સાથે વહીવટી તંત્રની પણ આ અગ્નિ પરીક્ષા માનવામાં આવે છે. ત્યારે અગાઉ પેપર ફૂટતાં 9.53 લાખથી વધુ ઉમેદવારોની બે વર્ષની મહેનત પણ પાણી ફરી વળ્યું હતું. ત્યારે આ વખતે વહીવટી તંત્રની કોઈ ચૂક ન રહે તેવા પ્લાનિંગ સાથે 3 હજાર કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે

આજે બપોરે 12.30 કલાકથી લઈને 01.30 કલાક સુધી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પેપેર ફૂટ્યાના 70 દિવસ બાદ એટલે કે આજે ફરી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર આપવા માટે પરીક્ષાર્થીઓ પોતાના કરિયરની આશા સાથે પરીક્ષા આપવા નીકળી ચૂક્યા છે. ત્યારે એસ.ટી. નિગમ દ્વારા 6000 જેટલી બસો દોડતી કરી છે. આ વખતે અંતરિયાળ વિસ્તારોમાં પણ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યાં છે. જ્યારે રેલવે દ્વારા પણ ‘પરીક્ષા સ્પેશિયલ ટ્રેન’ દોડાવવામાં આવી છે.

11:45 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્રએ પહોંચવું પડશે
આજે 12:30એ પરીક્ષા યોજાવાની છે તો ઉમેદવારોએ 11:45 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જવાનું રહેશે. આ સાથે ઉમેદવારોએ વર્ગખંડની અંદર અડધો કલાક પહેલાં પહોંચી જવાનું રહેશે. બાદમાં કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

ADVERTISEMENT

30 કરોડનો થશે ખર્ચ
સરકારે આજની પરીક્ષા માટે ઉમેદવારોને કેન્દ્રો સુધી પહોંચવા માટે 254 રૂપિયા મુસાફરી ભથ્થું આપશે. ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરતી વખતે મુસાફરી ભથ્થાનું ફોર્મ ઓનલાઇનઆપવામાં આવ્યું હતું. પરીક્ષા બાદ ઉમેદવારના બેંક ખાતામાં રકમ જમા કરાવવામાં આવશે. 9.58 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હોવાથી બોર્ડને મુસાફરી ભથ્થા પાછળ અંદાજે 30 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

આ પરીક્ષા ઉમેદવારનોની પરંતુ વહીવટી તંત્રની પણ અગ્નિ પરીક્ષા માનવામાં આવે છે. ત્યારે ઉમેદવારોનું બોડી વોર્ન કેમેરા સાથે ચેકિંગ કરવામાં આવશે. કોઈપણ ‘ડમી ઉમેદવાર’ કેન્દ્રમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે તો તેને ગેટ પર જ અટકાવી દેવામાં આવશે. સાથે જ ઉમેદવાર કોઈ ખોટી વસ્તુ લાવ્યા હશે તોપણ પકડાઈ જશે.દરેક જિલ્લાની અંદર વહીવટી તંત્રએ વધારાના ઓબ્ઝર્વર અને ફ્લાઇંગ સ્ક્વોડ તૈયાર કરી છે. રાજ્યમાં 500થી વધારે ફ્લાઇંગ સ્ક્વોડ છે. દરેક વર્ગખંડની અંદર એક વર્ગખંડ નિરીક્ષકની ઉપર એક સુપરવાઈઝર છે, કેન્દ્ર સંચાલક છે. દરેક વર્ગખંડની અંદર સીસીટીવી કેમેરા છે, વર્ગખંડની બહાર લોબીમાં પણ સીસીટીવી રાખવામાં આવ્યા છે. પોલીસ સહિત પરીક્ષા સાથે સંકળાયેલા લોકોના મોબાઈલ લઈ લેવામાં આવશે.

ADVERTISEMENT

9.58 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
અત્રે ઉલ્લેખનીય છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં રાજ્યના 9 લાખ 58 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષામાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો જાણી જોઇને દૂર રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT