વિધર્મી પ્રેમી સાથે લગ્ન કરવા યુવતીએ ઘરમાં કર્યો હાથફેરો, પિતાની થઈ આ હાલત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર, બનાસકાંઠા: ડીસા તાલુકાના થેરવાડા ગામે એક યુવતી સામે તેના પિતાએ ચોરીની ફરિયાદ નોંધાવી છે. ચોરી કરનારા યુવતી પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. અને વિધર્મી યુવક સાથે સંભવિત રીતે લગ્ન કરવાના ઇરાદે ભાગી જઈ ઘરમાં ચોરી કરી હતી. જે મામલે પિતાએ ડીસા તાલુકા પોલીસ મથકે ચોરીની ફરિયાદ પુત્રી સામે નોંધાવી છે.

બનાસકાંઠાના ડીસા તાલુકાના થેરવાડા ગામે રહેતા ખેડૂત ઈશ્વરભાઈ ચૌધરીની દીકરી ડભોઇ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરીમાં જોડાઈ હતી. જે અગાઉ 26 જાન્યુઆરી 2023 ના રોજ અચાનક ગુમ થઈ ગઈ હતી. જેથી તેના પિતાએ તેને શોધી કાઢવા માટે દોડધામ મચાવી હતી. જોકે તપાસમાં બહાર આવ્યું હતું કે આ યુવતી ડભોઇના અભિપુરા ગામના વિધર્મી યુવક સદ્દામ સિકંદર ગરાસીયા સાથે સંપર્કમાં આવતા તેના પ્રેમમાં પડી જતી અને તેની સાથે ભાગી ગઈ હતી. જોકે પોલીસે તે બાદની તપાસમાં આ યુવતીને શોધી કાઢી હતી અને યુવતીને તેના પિતાને સોપતા પિતા ડીસા તાલુકાના થેરવાડા ગામે સમજાવી યુવતીને સમજાવી પરત લાવ્યા હતા.

રોકડ અને સોનાની કરી ચોરી
જોકે બીજી વખત એક માર્ચ 2023 ના રોજ આ યુવતી પોતાના ઘરેથી ભાગી છુટી હતી. અને આ વખતે તેને પોતાના જ ઘરમાં પડેલી તિજોરીમાંથી જેના પિતાના બાર હજાર રૂપિયા રોકડા અને 25,000 ની સોનાની બુટ્ટી ચોરી કરી હતી.  . જોકે યુવતી ઘેરથી ભાગી જતા તેના પિતાએ ઘરમાં તપાસ કરતાં આ ચોરી થયાનું માલુમ પડ્યું હતું.

ADVERTISEMENT

પ્રેમીને પામવા કરી ચોરી
આમ પોતાના પ્રેમીને પામવા માટે પ્રેમીના સાથે મિલીભગત કરી પોતાના જ પિતાના ઘરે 37 હજાર રૂપિયાની ચોરી કરતા એ આરોપી એવા વિધર્મી યુવક સદામ ગરાસીયા અને પોતાની દીકરી મણીબેન ચૌધરી વિરુદ્ધ ડીશા તાલુકા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. જે મામલે પોલીસે ચોરીના ગુનામાં ભાગેલું એવા વિધર્મી યુવક અને યુવતી ની શોધ ખોળ હાથ ધરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT