મકાન પચાવી પાડવા પુત્રએ માતાનો મરણનો દાખલો કઢાવ્યો, આ રીતે ફૂટ્યો ભાંડો
વીરેન જોશી, મહીસાગર: પૈસા અને જમીનની લાલચ કોઈ પણ હદ સુધી લઈ જાય. આવો જ એક કિસ્સો મહીસાગર જિલ્લામાં સામે આવ્યો છે. પુત્રએ પોતાની માતા…
ADVERTISEMENT
વીરેન જોશી, મહીસાગર: પૈસા અને જમીનની લાલચ કોઈ પણ હદ સુધી લઈ જાય. આવો જ એક કિસ્સો મહીસાગર જિલ્લામાં સામે આવ્યો છે. પુત્રએ પોતાની માતા જીવિત હોવા છતાં મૃત જાહેર કરી છે. અને આ કાંડ મકાન હડપી લેવાના ઇરાદાથી કરવામાં આવતા ચકચાર મચ્યો છે.
બાલાસિનોર તાલુકામાં તાલુકા પંચાયત સહિત વહીવટી તંત્રને ચોંકાવી નાખે તેવો કિસ્સો પ્રકાશમાં આવે છે જેમાં ઓથવાડ ગામે હયાત મહિલાનું મરણ નો દાખલો તલાટી દ્વારા કાઢી આપવામાં આવતા સમગ્ર તાલુકામાં અધિકારી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ઓથવાડના તલાટી જસવંત સિંહ દ્વારા વી.સી.ઇ સામે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી છે.
પુત્રએ જ કઢાવ્યો આ દાખલો
બાલાસિનોર તાલુકાના ઓથવાડ ગામે રહેતા વિમળાબેન સનાભાઇ પરમાર હયાત હોવા છતાં મરણનો દાખલો તલાટીના સહી સિક્કા સાથે કાઢી આપતા સમગ્ર મામલે હયાત મહિલાને જાણ થતાં તલાટીના પગ નીચે રેલો આવી ગયો હતો. જેમાં મળતી વિગતો અનુસાર વિમળાબેન સનાભાઈ પરમારના નાના દીકરા અનીલ સનભાઈ પરમાર દ્વારા વિધવા માતાનું મરણ તારીખ 21 ફેબ્રુઆરી 23 ના રોજ થયું હોવાનું જણાવી ઓથવાડ તલાટી પાસે મરણનો દાખલો કઢાવ્યો હતો.
ADVERTISEMENT
આ રીતે ફૂટ્યો ભાંડો
દાખલો મેળવ્યા બાદ વિધવા માતાની સંયુક્ત મિલકતમાં આવેલ વડોદરા ખાતેના મકાન વેચવા માટે ખોટા દસ્તાવેજ બનાવી મકાન વેચવા માટે પ્રયન્ત કરતા આ ભાંડો ફૂટ્યો હતો. જ્યારે ગ્રામપંચાયતના જવાબદાર અધિકારી તલાટી દ્વારા બોગસ દાખલો આપવા બાબતે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બાલાસિનોર તાલુકા પંચાયત અંતર્ગત અંધેરી નગરી મેં ગડુ રાજા જેવો વહીવટ થતો હોવાની ફરિયાદો પણ ઉઠી છે.
ADVERTISEMENT
કોમ્યુટર ઓપરેટર સામે ફરિયાદ
ઓથવાડ ગ્રામ પંચાયતમાં ખોટો મરણનનો દાખલો બાબતે ગ્રામપંચાયતના જયદીપ અમરસિંહ ઠાકોર નામના વી.સી.ઈ ( વિલેજ કોમ્યુટર એન્ટરપ્યોનર)એ મરણનો ખોટો દાખલો તારીખ 28 ફેબ્રુઆરી 2023ના ઓનલાઈન પ્રમાણપત્ર નંબર D202320085194થી જનરેટ કરી તલાટીની સહી કરાવતા પ્રમાણપત્ર ધરાવનારના સંબંધીને વાત મળતા સમગ્ર મામલો ખબર પડી હતી. જેથી ઓથવાડના તલાટી જસવંત સિંહ દ્વારા વી.સી.ઇ સામે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT