લોકશાહીના પર્વની ઉજવણી માટે વિદ્યાર્થીએ આપ્યો સંદેશ, ચહેરા પર રાષ્ટ્રધ્વજ દોરી લખ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે મતદાન જાગૃતિ માટે સમગ્ર ગુજરાતમાં ઘણી અનોખી રીતે પહેલ ચાલી રહી છે. નોંધનીય છે કે આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસીભર્યો જંગ જામશે એમ લાગી રહ્યું છે. ત્યારે સુરતના એક વિદ્યાર્થીએ ચહેરા પર ત્રિરંગો દોરાવીને મતદાન જાગૃતિ માટે અનોખો સંદેશ આપ્યો છે. આની સાથે પોતાના કિમતી મતનો ઉપયોગ કરવા લોકોને અપિલ કરી છે.

ચહેરા પર ત્રિરંગો દોરાવી લખ્યું…
સુરતના 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ મતદાન જાગૃતિ માટે સંદેશ આપ્યો છે. આ દરમિયાન તેણે ચહેરા પર ત્રિરંગો પેઈન્ટ કરાવ્યો છે. નોંધનીય છે કે આ વિદ્યાર્થી ઉંમરના પાસાને ધ્યાનમાં રાખતા પોતે મતદાન નહીં કરી શકે પરંતુ નાની ઉંમરે જ આ વિદ્યાર્થીએ લોકશાહીની વ્યાખ્યાને સમજીને લોકોમાં મતદાન જાગૃતિની પહેલ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં તેણે યુવા પેઢી માટે અનોખુ ઉદાહરણ પણ સ્થાપિત કર્યું છે.

1 ડિસેમ્બરના મતદાનનો ઉલ્લેખ
સુરતના આ વિદ્યાર્થીએ 1 ડિસેમ્બરના આયોજિત મતદાનનો ઉલ્લેખ કર્યો છે. નોંધનીય છે કે મતદાન એ લોકશાહીનો અનોખો તહેવાર છે. એની ઉજવણી લોકો પોતાનો કિમતી મત આપીને કરી શકે છે. તેવામાં યુવા પેઢી પણ આ અંગે જાગૃત હોવાથી આ અનોખુ ઉદાહરણ સ્થાપિત થઈ શકે છે.

ADVERTISEMENT

With Input: સંજયસિંહ રાઠોડ

    follow whatsapp

    ADVERTISEMENT