ગાંધીધામમાં નેક્સા શોરૂમ સર્વિસથી કંટાળી કસ્ટમરે સળગાવી દીધી પોતાની કાર, જુઓ વિડીયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ: ગાંધીધામમાં મારુતિ સુઝુકી નેક્સા શોરૂમ સર્વિસને લઈ સતત વિવાદમાં રહ્યો છે. ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. ઈન્સ્યોરન્સ સર્વિસ ન મળતા શોરૂમની બહાર એક કાર માલિકે પોતાની ગાડીને આગ લગાવી દીધી.

ગાંધીધામમાં મારુતિ સુઝુકી નેક્સા શોરૂમની બહાર એક કાર માલિકે પોતાની અલ્ટો કારને આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. કાર માલિકનો આરોપ છે કે ઝીરો ડેપ કાર ઈન્સ્યોરન્સ લેવા છતાં કંપનીએ તેમને મહિનાઓ સુધી યોગ્ય પ્રતિસાદ આપ્યો ન હતો. અને કંપનીની સર્વિસના ખરાબ પ્રતિસાદ બાદ તેણે કાર સળગાવી દીધી હતી.

જુઓ વિડીયો

ADVERTISEMENT

 

એક તરફ કાર લેટીપ વખતે કંપની સર્વિસની મોટી મોટી વાતો કરે છે. ત્યારે બીજી તરફ જ્યારે સર્વિસની જરૂર પડે ત્યારે રૂપિયા પડાવવામાં માહેર કંપની અનેક કસ્ટમરને લૂટી લે છે. આ દરમિયાન ગાંધીધામમાં કાર માલિકે નેક્સા શોરૂમ પરથી ઝીરો ડેપ ઈન્સ્યોરન્સ લીધો હતો. જ્યારે કારને ઈન્સ્યોરન્સમાં મૂકવામાં આવી તો મહિનાઓ સુધી પ્રતિસાદ આપવામાં આવ્યો ન હતો આસાથે જ પૈસા પણ માંગવામાં આવ્યા હતા. ત્યારે કાર માલિકે કંપનીની સર્વિસથી કંટાળી પોતાની કારમાં આગ લગાવી દીધી હતી. કારમાં આગની ઘટનાથી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે ગાંધીધામમાં નેક્સા શોરૂમ તેની કાર સર્વિસને લઈને ઘણી વખત વિવાદોમાં રહ્યો છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: કૌશિક કાંઠેચા, કચ્છ )

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT