ઘરડાઓ ઘર ભંગવે? કોંગ્રેસ હવે નવા યુવા-મહિલા ચહેરાઓ સાથે આગળ વધશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ હવે અર્શથી ફર્શ સુધી સંપુર્ણ પરિવર્તન કરવાની તૈયારીમાં છે. જુથવાદ, પ્રાંતવાદ અને આંતરિસ અસંતોષને ખાળવામાં ભલભલા કોંગ્રેસી નેતાઓને ફીણ આવી ચુક્યાં છે. તેવામાં કોંગ્રેસના હાઇકમાન્ડે હવે પીઢ થઇ ગયેલા નેતાઓના બદલે યુવાનો અને મહિલાઓને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના આંતરિક સુત્રો અનુસાર મોટા નેતાઓ પક્ષને ધુંધવી રાખે છે અને અન્ય યુવા નેતાઓને પણ દબાવી રાખે છે. જેના કારણે પાર્ટી આક્રમક પ્રદર્શન નથી કરી શકતી. જેના કારણે હાલમાં જ 2 યુવા નેતાઓના રાજીનામા પણ આવ્યા હતા. જેથી હવે કોંગ્રેસ આ નેતાઓને સાઇડ ટ્રેક કરીને યુવાનો અને મહિલાઓ ઉપરાંત નવા નેતાઓને નવા જોમ અને જુસ્સા સાથે આગળ વધારશે.

આપમાં યુવા નેતાઓની આક્રમકતાથી કોંગ્રેસને બ્રહ્મજ્ઞાન લાદ્યું
વિધાનસભાની ચૂંટણીને હવે ગણત્રીના મહિનાઓ બાકી રહ્યા છે. એક પણ ધારાસભ્ય ન હોય તેવી પાર્ટી આપ આક્રમક રીતે આગળ વધી રહી છે. કેટલાક કિસ્સાઓમાં તો સત્તામાં રહેલી ભાજપને પણ નમવું પડે તેવી સ્થિતિ ઉત્પન્ન કરી રહી છે. કોઇ મજબુત ચહેરા કે નેતા કે ફંડ નહી હોવા છતા આ પાર્ટી જે પ્રકારે આક્રમક રીતે વર્તી રહી છે તે જોતા કોંગ્રેસ ભોંઠી પડી છે. તેવામાં કોંગ્રેસ ન માત્ર પાછળ પડી રહી છે પરંતુ પોતાના નેતાઓને સાચવવામાં પણ નિષ્ફળ રહી છે. યુવા અને ફાયરબ્રાંડ નેતા હાર્દિક પટેલ સહિત અનેક યુવાનો આ ઘરડા નેતાઓના કારણે ગુંગળામણ અનુભવે છે અને આખરે પાર્ટી છોડે છે.

હાર્દિક પટેલ ઉપરાંત યુથ કોંગ્રેસનાં દિગ્ગજોએ પણ પાર્ટી છોડી
ગુજરાત કોંગ્રેસમાં વિશ્વનાથ વાઘેલા, વિનય તોમર કોંગ્રેસ છોડી ચુક્યાં છે. હેમાંગ પટેલ પણ કોંગ્રેસ છોડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. હાર્દિક પટેલ જેવો મોટો ચહેરો પણ આંતરિક વિખવાદનો હવાલો ટાંકીને આખરે તેણે પણ કોંગ્રેસ છોડ્યું હતું. તેવામાં હવે કોંગ્રેસને લાગી રહ્યું છે કે, ગુજરાત કોંગ્રેસમાં સર્વોચ્ચ પદ પર જે ઘરડા નેતાઓ છે તે પાર્ટીને આગળ તો નથી જ વધારી શક્યા પરંતુ જે યુવાનો ઉગ્ર વિપક્ષ બની શકે તેમ છે તેને પણ દબાવી રહ્યા છે. તેવામાં આ કથિત પીઢ નેતાઓને સાઇડટ્રેક કરીને હવે કોંગ્રેસ યુવાનો અને મહિલાઓને રાજનીતિમાં ઉતારવા માંગે છે.

ADVERTISEMENT

આજે ભાજપમાં વાઘેલા-તોમર સહિત અનેક યુવાનો જોડાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથ વાઘેલા, વિનય તોમર ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત તેની સાથેજીગર માળી, પાર્થ દેસાઇ, વિશાલ ઠાકોર પણ ભાજપમાં જોડાયા હતા. માલરામ ભાવરી પણ સેંકડો સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. જેથી હવે કોંગ્રેસ માત્ર અને માત્ર યુવાનો અને મહિલાઓ પર ફોકસ કરી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT