નવરાત્રીને પગલે પોલીસનો લોખંડી બંદોબસ્ત, આયોજકો અને પોલીસ વચ્ચે બેઠક

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : નવરાત્રીને પગલે આજે પોલીસે ગરબાના આયોજકો સાથે મીટિંગ યોજી હતી. જેમાં તંત્ર દ્વારા જાહેર કરાયેલા નિયમોનું પાલન કરાવવા ઉપરાંત ટ્રાફિક વિભાગ દ્વારા આયોજકોને રોમિયો પર પણ ધ્યાન રાખવા માટે સુચન આપવામાં આવી હતી. અત્યારથી જ પોલીસનો ચુસ્ત અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. પાર્ટી પ્લોટમાં પાર્કિંગથી માંડીને સુરક્ષા સહિતની તમામ બાબતો પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત CCTV સહિતની તમામ વ્યવસ્થા ચુસ્ત રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.

2 વર્ષ બાદ આયોજીત નવરાત્રીની જોરશોરથી તૈયારી
કોરોનાના બે વર્ષ બાદ આ વખતે ધામધૂમથી નવરાત્રી યોજાશે. જેના પગલે અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ચુકીછે. અમદાવાદ શહેર પોલીસ અને કોર્પોરેશન દ્વારા સાથે રહીને રાત્રીના સમયે સ્ટ્રીટ લાઇટ અને શેરીઓની લાઇટ ચાલુ રહે તે માટે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એસજી હાઇવે પણ વાહન ચાલકો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લીધો છે. રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. પોલીસે 42 જેટલા પાર્ટી પ્લોટને મંજૂરી આપી છે. શહેર પોલીસ દ્વારા પાર્ટી પ્લોટનું સરપ્રાઇઝ ચેકિંગ કરશે.

પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા માટે પણ પ્રતિબદ્ધ
બીજી તરફ રોડ પર વાહનો પાર્ક કરવામાં આવેલા હોય તેની વિરુદ્ધ ટોઇંગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત રોમિયોને નાથવા માટે સિવિલ ડ્રેસમાં અને નવરાત્રીના પારંપરિક ડ્રેસમાં પણ પોલીસ તહેનાત રહેશે. જો કોઇ રોમિયો પકડાય તો તેની વિરુદ્ધ ઉદાહરણીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત તમામ પાર્ટી પ્લોટના સીસીટીવી પર પણ બારીક નજર રાખવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT