Mahisagar જિલ્લામાં ફરી જોવા મળ્યા વાઘના પંજાના નિશાન, લોકોમાં ભયનો માહોલ
વીરેન જોશી, મહીસાગર: રાજ્યમાં અવારનવાર ગીર વિસ્તારમાં સિંહ જોવા મળે છે. દૂર દૂરથી લોકો ગીઓઇર વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે. પરંતુ હવે સિંહની નહીં પરંતુ…
ADVERTISEMENT
વીરેન જોશી, મહીસાગર: રાજ્યમાં અવારનવાર ગીર વિસ્તારમાં સિંહ જોવા મળે છે. દૂર દૂરથી લોકો ગીઓઇર વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે. પરંતુ હવે સિંહની નહીં પરંતુ રાજ્યમાં વાઘની ચર્ચાએ જોર પકડયું છે. મહીસાગર જિલ્લામાં ફરી વાઘના પંજાના નિશાન મળી આવ્યા છે. ખાનપુર બાદ સંતરામપુરના જંગલમાં મળી આવેલ પંજાના નિશાન વાઘના જ છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં ફરી એકવર વનતંત્રની કામગીરી પર સવાલ ઉઠયા છે.
વાઘ હોવાની સંભાવના ગુજરાતમાં સિંહ અનેક લોકોએ જોયા છે પરંતુ હવે મહીસાગર જિલ્લામાં અનેક વખત વાઘ હોવાની વિગતો સામે આવી રહી છે. મહિસાગર જિલ્લાના ખાનપુર બાદ સંતરામપુરના જંગલ માંથી મળી આવેલ પંજાના નિશાન વાઘના જ હોવા ની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. આ પંજાના નિશાન 10 થી 12 સેન્ટીમીટર જેટલા દેખાય છે. જેણે પરિણામે આ વિસ્તારમાં વાઘ હોવાની સંભાવના છે. આ વિસ્તારમાં થોડા દિવસ પહેલા પશુનું પશુ નું મારણ કર્યું હતું આ ઉપરાંત અહી વાઘ હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જ્યારે આ વિસ્તારના લોકો દાવો કરી રહ્યા છે કે અહી વાઘ છે. જ્યારે આ પંજાના નિશાનની ગુજરાત તક પુષ્ટિ નથી કરતું.
વન કર્મીઓ હડતાળ પર
સ્થાનિકો એ વાઘ ને રૂબરૂ જોયો હોવા નો દાવો કર્યો હતો. ત્યારે વન વિભાગે નામ માત્ર ની ટિમો બનાવી કરી હતી કાર્યવાહી કરી હતી. સંતરામપુર વન વિભાગની પશ્ચિમ રેન્જ ગોઠીબડા વિસ્તારમાં વન્ય પશુ દ્વારા પાડાનું મારણ કરાતાં મહીસાગર વાઘની હાજરી હોવાની સંભાવનાએ વેગ પકડ્યો હતો. ત્યારે હવે પગમાર્ક નિશાન પણ વાઘની હોવાની શક્યતા વધવા લાગી છે. જેણે પરિણામે આસપાસના વિસ્તારના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વન વિભાગે આ વિસ્તાર માં વાઘ છે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ કરી નથી. એક તરફ આ જંગલમાં વાઘ હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે બીજી તરફ વન કર્મીઓ વિવિધ માંગોને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર છે. જંગલમાં વન્ય પ્રાણીનું રક્ષણ પણ ભગવાન ભરોસે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT