સુરેન્દ્રનગરમાં ભયાનક અકસ્માતઃ ડમ્પરની પાછળ ધડાકાભેર ઘુસી ગઈ અલ્ટો કાર, ત્રણ લોકોને ભરખી ગયો કાળ

ADVERTISEMENT

gujarattak
social share
google news
Accident News: રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે.

મુળી-સડલા રોડ પર ભયાનક અકસ્માત

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના મુળી-સડલા રોડ પર આજે સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મુળી-સડલા રોડ પર ફૂલ સ્પીડમાં જઈ રહેલી એક અલ્ટો કાર ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.  જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. જેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

કારમાં સવાર ત્રણ લોકો ઘટના સ્થળે મોત

આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તો અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

ત્રણેય મૃતકો વાંકાનેરના હોવાનું આવ્યું સામે

પોલીસની પ્રાથમિક તપાસમાં  ત્રણેય મૃતકો મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકાના લાકડદાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ આ ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
રિપોર્ટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT