પગપાળા દ્વારકા જતાં ભક્તો માટે કાળ બની કાર, 3 લોકોના કરુણ મોત, 1 ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Accident News: ગુજરાતમાંથી દરરોજ રોડ અકસ્માતના અનેક બનાવો સામે આવતા હોય છે, ત્યારે રાજ્યમાં આજે વહેલી સવારે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં કારે અડફેટે લેતા 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કારચાલકે પદયાત્રીઓને લીધા અડફેટે

મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે જામનગર-દ્વારકા હાઈવે પર નાની ખાવડી નજીક એક કારચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ પદયાત્રીઓના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. આ બનાવને પગલે રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત

આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સમાં એક ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

પગપાળા જતાં હતા દ્વારકા

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માતનો ભોગ બનેલા લોકો પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા. આ દરમિયાન ફૂલ સ્પીડમાં જઈ રહેલી કારે તેમને અડફેટે લીધા હતા.હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખેસડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો કારચાલક સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT