ઓરસંગ નદીમાં નહાવા પડતાં ત્રણ બાળકો ડૂબ્યા, બે ના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

છોટાઉદેપુર: બાળકોને નદીમાં ન્હાવાનો ભારે શોખ હોય છે.પરંતુ આ શોખ અનેક વખત જીવલેણ સાબિત થઈ ચૂક્યો છે. ત્યારે વધુ એક વખત નદીમાં ન્હાવું જીવલેણ સાબિત થયું છે. શાળાએ થી બાળકો નદી સુધી પહોંચી જાય છે અને અંતે મોતના મુખમાં ધકેલાય છે. આવી જ  ઘટના છોટાઉદેપુરમાં સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં આવેલી ઓરસંગ નદી પરના ચેકડેમ માં નહાવા ગયેલા 3 બાળકો ડૂબ્યા છે. જેમાંથી 2 બાળકોના મોત થાય છે. મોતની ઘટનાથી સમગ્ર જિલ્લામાં અરેરાટી મચી છે.

છોટાઉદેપુર જિલ્લાનાઈ ઓરસંગ નદી પર નગર પાલિકા દ્વારા બનાવેલ ચેકડેમમાં નહાવા પડતાં 3 બાળકો ડૂબ્યાં છે. ઘટનાની જાણ થતાં જ તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારે એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે બે ના ઘટના સ્થળે મોત થયા છે.

આ પણ વાંચો: સુરતઃ કુતરું કરડ્યું તો ના લીધી સારવાર, 4 મહિને હડકવા ઉપડતાં મોત

ADVERTISEMENT

ડોન બોસ્કો હાઈસ્કૂલમાં ભણતા બાળકો નજીકના ચેકડેમમાં ન્હાવા પહોંચ્યા હતા. આ દરમિયાન બાળકો ડૂબવા લાગ્યા હતા. ત્યારે સ્થાનિકોએ એક બાળકને બચાવી લીધું છે. જ્યારે અન્ય બે બાળકોના દુબવાને કારણે મોત થયા છે. ત્યારે સ્થાનિકોએ સ્થાનિકોએ રેસેક્યુ કરી બંને મૃતદેહ બહાર કાઢ્યા છે. તમામ બાળકો ડોન બોસ્કો હાઈસ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતા હતા. ત્યારે શાળાની નજીક આવેલ ચેકડેમમાં નહાવા પડતાં કૃષ્ણા ગોરા અને કાવ્ય શર્માનું મોત થયું છે. આ સમગ્ર ઘટનાને લઈ સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી છે.

(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા )

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT