ગીરના સાવજના રહેઠાણો પર ખતરો, અમરેલીના થોરાળાના જંગલમાં લાગી ભયંકર આગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલી:  ધારી ગીર પૂર્વ ડિવિઝનના મીતીયાળા અભ્યારણ્ય જંગલ વિસ્તારમાં આજે બપોર બાદ દવ લાગવાની ઘટના બનતા વનવિભાગમાં દોડધામ મચી હતી. સાવરકુંડલાના અભરામ પરા નજીક રેવેન્યુના જંગલમાં આગની ઘટના સામે આવી છે.વનવિભાગના કર્મચારીઓ અને સ્થાનિકો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ આગ લાગેલ મિતિયાળા અભ્યારણ નજીક થોરાળાના જંગલમાં વન્યપ્રાણીઓનો વસવાટ છે. ત્યારે આગની ઘટનાને લઈ વનતંત્ર દોડતું થયું છે.

ગુજરાતના સિંહોનું ઘર એવા મિતિયાળા અભ્યારણ્ય નજીક થોરાળાના જંગલમાં આગની ઘટનાથી વનતંત્ર દોડતું થયું છે. ઉનાળાના બળબળતા તાપમાં જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાથી વન્યપ્રાણીઓને અંગે વન્યપ્રેમીઓમાં ચિંતા પ્રસરી હતી. જો કે ફાયર વિભાગને આ આગની ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે. પરંતુ ફાયર વિભાગ સાવરકુંડલાના અભરામપરા સુધી પહોંચે તે પહેલા જ સ્થાનિકો દ્વારા થોરાળાના જંગલમાં સ્થાનિક લોકોએ આગ બુઝાવવાની કામગીરી શરુ કરી દીધી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં ભૂલથી પણ પોલીસ કે સેનાના જવાન જેવા વસ્ત્રો પહેર્યા તો થશે કાર્યવાહી, જાણો શું છે મામલો

ADVERTISEMENT

 આગની ઘટનાથી પ્રશાસન દોડતુ થયું
આ આગની ઘટના વન્યજીવોને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડે તે પહેલા તેના પર કાબુ મેળવવો ખુબ જરુરી છે. એશિયાટીક સિંહો માટે સંરક્ષિત વિસ્તારમાં આગ લાગવાને કારણે વનવિભાગ, સ્થાનિકો , પ્રશાસન સહિત તમામના જીવ તાળવે ચોંટ્યા છે. ઉનાળાના પ્રારંભે જ આકરો તાપ પડી રહ્યો છે ત્યારે આ અંગદઝાડતા તાપમાં ગીરના જંગલોમાં આગ લાગવાની ઘટના અનેક વખત સામે આવી છે ત્યારે આજે સાવરકુંડલાના અભરામપરા નજીક થોરાળાના જંગલમાં આગની ઘટનાથી પ્રશાસન દોડતુ થયું છે.

દૂર દૂર સુધી ધુમાડા દેખાયા
આગ એટલી ભયંકર હતી કે દૂર દૂર સુધી આગના ધૂમાડા પ્રસરી રહ્યા હતાં. આ દરમિયાન સ્થાનિક લોકો પણ આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગયા હતા. ત્યારે સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓના વસવાટ ધરાવતા આ જંગલમાં આગ લાગવાથી પ્રકૃતિપ્રેમીઓમાં રોષ ચિંતાની લાગણી પ્રસરી છે. જો કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી) 

    follow whatsapp

    ADVERTISEMENT