આ વર્ષે કેસર કેરી લાગશે કડવી ઝેર, જાણો હાલના કેરીના ભાવ જાણીને જ આંખો પહોળી થઇ જશે
ગીર સોમનાથ : આ વર્ષે વાતાવરણ ખુબ જ અસ્થિર રહેવાના કારણે મોટા ભાગના પાકો પર ભારે વિપરિત અસર પડી રહી છે. ગીરની વિશ્વ પ્રખ્યાત કેસર…
ADVERTISEMENT
ગીર સોમનાથ : આ વર્ષે વાતાવરણ ખુબ જ અસ્થિર રહેવાના કારણે મોટા ભાગના પાકો પર ભારે વિપરિત અસર પડી રહી છે. ગીરની વિશ્વ પ્રખ્યાત કેસર કેરી આ વખતે સામાન્ય માણસને કડવી લાગી શકે છે. તોફાની પવન સાથે વરસાદના કારણે કેરીનો ફાલ ખુબ જ ઓછો થયો છે. મોટા ભાગની કાચી કેરી આ વરસાદમાં કાં તો બગડી ગઇ છે અથવા તો પવનના કારણે ખરી પડી છે. કેસર કેરીનો પાક ખુબ જ ઓછો થવાના કારણે કિંમત ઉંચી રહેશે. તેમાં પણ સારી ક્વોલિટીની કેરી એક્સપોર્ટ થઇ જવાના કારણે પ્રમાણમાં થોડી ઉતરતી કક્ષાની કેરી ખાવાનો વારો ગુજરાતીઓને આવી શકે છે.
ગ્લોબલ વોર્મિંગના કારણે પહેલાથી જ કેરીના પાકને નુકસાન
અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે પહેલાથી જ કેરીના પાકમાં ખુબ જ ઉંચનીચ જોવા મળતી હોય છે. આ વખતે બગીચાઓમાં ત્રણ તબક્કામાં ફ્લાવરિંગ જોવા મળ્યું હતું. જેના કારણે કેરીનો ભરપુર પાક થવાની ખેડૂતોને હામ બેઠી હતી. આ ઉપરાંત ભૂકીછારો, પીળિયો અને મધિયા નામના રોગો ખેડૂતોને સકંજામાં લીધા. જો કે તેના પર ખેડૂતો કાબુ મેળવી રહ્યા ત્યાં કમોસમી વરસાદ અને પવને ખેડૂતોની કમર ભાંગી નાખી હતી. જેના કારણે હવે મબલખ પાક આપતા આંબામાં માંડ માંડ 100-125 કેરીઓ લટકતી જોવા મળે છે. ડાળે ડાળે કેરીઓના બદલે હવે આંબા પર કેરીઓ શોધવી પડે તેવી સ્થિતિ પેદા થઇ છે.
એક્સપોર્ટના કારણે કેરીનું સ્થાનિક માર્કેટ પણ ગરમ રહેશે
જેના કારણે પ્રોડક્શન ઓછુ થવાથી કેરી કાં તો એક્સપોર્ટ થશે અથવા તો લોકલ માર્કેટમાં વેચાય બંન્ને માંગ પુરી થાય તેટલું પ્રોડક્શન નથી. તેવામાં જો એક્સપોર્ટ કરવામાં આવે તો ટોપ ક્વોલિટી એક્સપોર્ટ થશે અને ત્યાર બાદ બચેલો વધારાનો ખરાબો માર્કેટમાં આવશે. તેમ છતા ઓછા પ્રોડક્શનના કારણે આ ખરાબાના પણ ઉંચા ભાવ ચુકવવા પડી શકે છે. આ ઉપરાંત કેરીનો પાક પણ મોડો પડી રહ્યો છે. આ સમયે કેરી તૈયાર હોવી જોઇએ તેના બદલે કેરીઓ ખરી ગયા બાદ ફરી ઉગતા હાલ નાની નાની કાચી કેરીઓ જ જોવા મળીર હી છે. જેથી આ પાક તૈયાર થાય તે પહેલા ચોમાસુ આંબી જાય તેવી પણ ભીતિ છે. તેવામાં ખેડૂતોની સ્થિતિ તો કફોડી થઇ જ છે સાથે સાથે સામાન્ય નાગરિકોને પણ મોંઘવારીનો વધારે એક ડામ મળી શકે છે.
ADVERTISEMENT
વધી રહેલું પ્રદુષણ અને ઉડતી ધુળના કારણે પાકને ભારે નુકસાન
અત્રે ઉલ્લેખનીય છે કે, સરેરાશ ઉત્પાદન પણ ઘટી રહ્યું હોવાનો ખેડૂતોનો દાવો છે. ખેડૂતોના અનુસાર રોડ પર સતત ઉડતી રહેતી ધુળ, ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણની અનિયમિતતા અને સતત વધી રહેલી ગરમીના કારણે આંબાઓની ઉત્પાદકતામાં ખુબ જ ઘટાડો થયો છે. આ ઉપરાંત રોડ રસ્તા પર ઉડતી રહેતી માટી અને પ્રદૂષીત કણના કારણે ઘણી વખત મોર ખરી પડે છે. તે કેરી બની જ નથી શકતો અને મોરના મળુમાં માટીનું પડ જામી જાય ત્યાર બાદ તે સડવા લાગે છે.
ADVERTISEMENT