ભ્રષ્ટાચારની ડ્રેનેજ!! લુણાવાડામાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પરથી ટ્રક પસાર થતાં જ સ્લેબની થઈ આ હાલત
વીરેન જોશી, મહીસાગર: ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સત્તાપક્ષ ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી લડવા જઈ રહી છે. ત્યારે વિકાસનો ભાંડો મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ફૂટ્યો…
ADVERTISEMENT
વીરેન જોશી, મહીસાગર: ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સત્તાપક્ષ ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી લડવા જઈ રહી છે. ત્યારે વિકાસનો ભાંડો મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ફૂટ્યો છે. લુણાવાડામાં ગોધરા હાઇવે ઉપર માર્કેટિંગયાર્ડના દરવાજાથી પાનમ સ્મશાન સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાનું કામ શરૂ છે ત્યારે એક ટ્રક ડ્રેનેજ પરના સ્લેબ પરથી પસાર થતા સ્લેબ તુટી જતા ટ્રક ઊંડી ગટરમાં ઉતરી ગયો હતો.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લુણાવાડા નગરપાલિકા દ્વારા લુણાવાડામાં ગોધરા હાઇવે ઉપર માર્કેટિંગયાર્ડના દરવાજાથી પાનમ સ્મશાન સુધી સોળ લાખથી વધુ રકમ ખર્ચ કરી પાંચસો મીટર લંબાઈની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાનું કામ ટેન્ડર પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ગટરનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા એકદમ હલકી કક્ષાનું મજબૂતાઈ વગરનું કરવામાં આવી રહ્યું છે. આ ખરાબ કામનો ભોગ આજે એક ટ્રક બન્યો હતો. ટ્રક ડ્રેનેજ પરના સ્લેબ પરથી પસાર થતા સ્લેબ તુટી જતા ટ્રક ઊંડી ગટરમાં ઉતરી ગયો હતો. લુણાવાડા ગોધરા હાઇવે રોડની બાજુમાં બનતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ મજબૂતાઇ વાળી બનાવવી ખુબજ જરૂરી છે. કારણકે આ ડ્રેનેજ લુણાવાડા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે રોડની બાજુમાં બની રહી છે. ત્યારે આ રોડ પરથી મોટી સંખ્યામાં ભારે વાહન તેમજ અન્ય વાહનો પસાર થતા હોય છે. તેવા સમયે આ હલકી ગુણવત્તા વાળી ડ્રેનેજ પરથી પસાર થશે અને ડ્રેનેજ પરનો સ્લેબ તૂટશે તો મોટી હોનારતની શકયતા નકારી ન શકાય. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં નગરપાલિકા મુખ્ય અધિકારી આવા બ્રસ્ટાચાર આચરી કામગીરી કરતા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરે અને ડ્રેનેજનું કામ સારું કરાવે તેમ જનતા ઈચ્છી રહી છે
નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તાર તેમજ નગરપાલિકા વિસ્તારનો સારો અને ઝડપી વિકાસ થાય તે માટે વિવિધ યોજનાઓ અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવે છે સાથે સાથે ચૂંટણીનો માહોલ હોય ત્યારે તો ખાસ વિશેષ પેકેજ અંતર્ગત ગુજરાતની તમામ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાને કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે. જેથી શહેરી વિસ્તાર ચકચકિત કરી જનતાને પડતી રોડ ગંદકીની સમસ્યાઓથી રાહત મળે અને જનતાનો વિરોધ સહન કરવો ન પડે. પરંતુ સરકારની ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તા વાળું કામ કરી સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ થાય ત્યારે જનતા તેમજ રાહદારીઓને તકલીફનો સામનો કરવો પડતો હોય છે.
ADVERTISEMENT
મહીસાગર જિલ્લા લુણાવાડા નગરપાલિકા કૉંગ્રેસના સભ્યોના સહકારથી લાંબા સમય બાદ ભાજપ સાશીત નગરપાલિકા બની છે. લાંબા સમય બાદ લુણાવાડા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે. ત્યારે લુણાવાડા શહેરમાં સારો વિકાસ થશે તેવી જનતાને આશા હતી. પણ વિકાસની આશા ઠગારી નીવડી છે. વિકાસના કામ થાય છે પણ ગુણવત્તા જળવાતી નથી. અને જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT