કોંગ્રેસે મત માટે આતંકવાદીઓને પંપાળ્યા, ભાજપ સરકારે આતંકવાદીઓને ઘરમાં ઘુસીને માર્યા
ખેડા : ગુજરાત વિધાનસભાના મતદાનને આડે હવે માત્ર 3 દિવસ જ બાકી રહ્યા છે. તેવામાં તમામ પક્ષો પોતપોતાની રીતે પ્રચાર પ્રસાર તો કરી જ રહ્યા…
ADVERTISEMENT
ખેડા : ગુજરાત વિધાનસભાના મતદાનને આડે હવે માત્ર 3 દિવસ જ બાકી રહ્યા છે. તેવામાં તમામ પક્ષો પોતપોતાની રીતે પ્રચાર પ્રસાર તો કરી જ રહ્યા છે. આ ઉપરાંત હવે ચૂંટણીમાં એક પછી એક તમામ મુદ્દા આવી રહ્યા છે. હિન્દુ મુસ્લિમ બાદ હવે આતંકવાદનો મુદ્દો પણ આવ્યો છે. આજે પીએમ મોદીએ 26-11 ને યાદ કરતા આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો.
વડાપ્રધાને કહ્યું કે, મને 14 વર્ષ પહેલા થયેલા દેશ પર થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલાની યાદ આવી રહ્યા છે. પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ જે પ્રકારે મુંબઇ પર હુમલો કર્યો હતો. તે ચાલી રહ્યો હતો. કાલે દેશ અને દુનિયાએ 26 નવેમ્બરે આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી. મુંબઇમાં જે થયું તે આતંકવાદની પરાકાષ્ઠતા હતી. ગુજરાત પણ લાંબા સમય સુધી આતંકવાદીઓના નિશાન પર રહ્યા હતા. સુરત હોય કે અમદાવાદ સીરિયલ બ્લાસ્ટમાં અનેક ગુજરાતીઓ ગુમાવ્યા છે. કેટલાક મહિના પહેલા અમદાવાદ કોર્ટે આ તમામ ગુનેગારોને ગંભીર સજા ફટકારી છે.
ગુજરાત ઇચ્છતું હતું કે, આતંકવાદનો આ ખેલ ખતમ થવો જોઇએ. ભાજપ સરકારે ગુજરાતમાં આતંકવાદીઓના સ્લીપર સેલ પર ખુબ જ બારિકીથી કાર્યવાહી કરી. અમે ગુજરાતમાં આતંકવાદીઓને પકડતા હતા. તેમના પર કાર્યવાહી કરતા હતા. જો કે કોઇ ભુલી નથી શકતું કે કઇ રીતે દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર આતંકવાદીઓને છોડાવવા માટે પોતાની તમામ તાકાત કામે લગાડતી હતી. અમે કહેતા રહ્યા કે આતંકવાદને ટાર્ગેટ કરો પરંતુ તેઓ આતંકને નહી મોદીને ટાર્ગેટ કરતા રહ્યા. પરિણામે આતંકવાદીઓના આત્મવિશ્વાસ વધતો રહ્યો. દેશના દરેક મોટા શહેરોમાં આતંકવાદીઓ બેખોફ બન્યા. દિલ્હીમાં જ્યારે બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું તો કોંગ્રેસના નેતાઓ આતંકવાદીઓના સમર્થનમાં રડવા લાગ્યા હતા.
ADVERTISEMENT
કોંગ્રેસ આતંકવાદને પણ વોટબેંકની નજરે જુએ છે. તૃષ્ટીકરણની દ્રષ્ટીએ જુએ છે. માત્ર કોંગ્રેસ જ નથી હવે તો અનેક પ્રકારના આવા દલ પેદા થયા છે. આ દળો પણ શોર્ટકટની રાજનિતિમાં વિશ્વાસ રાખે છે. તેમને સત્તાની ભુખ પણ છે. વોટબેંકની પોલિટિક્સમાં તેઓ રસ દર્શાવી રહ્યા છે. કેટલાક ચોક્કસ લોકોને ખરાબ ન લાગે તે માટે તેઓ ભયંકરથી ભયંકર આતંકવાદી ઘટનાઓ છતા પણ તૃષ્ટીકરણની રાજનીતિ કરનારા તમામ દળ તેમના મોઢા પર તાળુ વાગી જાય છે. એટલું જ નહી કોર્ટની અંદર કેસ ચાલે છે ત્યારે પાછલા દરવાજેથી તેમને જ મળેલા લોકો આતંકવાદીઓની પેરવી કરવા માટે કોર્ટના દરવાજા સુધી પહોંચી જાય છે. આવા દળોથી ગુજરાત અને દેશના નાગરિકોએ સતર્ક રહેવાની જરૂર છે.
2014 માં તમારા એક મતના કારણે આતંકવાદને કચડી નાખ્યો છે. તમારી મદદથી જ અમે આ કરવા માટે સમર્થ બન્યા છીએ. આતંકવાદના આકાઓને હવે કંઇ પણ કરતા પહેલા 100 વખત વિચારવું પડે છે. હવે ભારત આતંકવાદીઓના ઘરમાં ઘુસીને તેમને મારતું રહે છે. કોંગ્રેસ હોય કે વોટબેંકના ભુખ્યા કેટલાક દળ. તે લોકો સર્જીકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવે છે. તેઓ આપણી સેનાના સામર્થ્ય પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. ભાઇઓ બહેનો દુનિયામાં આપણે જોઇ રહ્યા છીએ કે, જે પણ દેશે આતંકવાદને હળવાશથી લીધો તે આતંકવાદના ચંગુલમાં ફસાઇ ગયો.
ADVERTISEMENT
આતંકવાદી વિચારધારા ગઇ નથી. કોંગ્રેસની રાજનીતિ પણ બદલી નથી. કોંગ્રેસથી શીખીને બીજા કેટલાક નાના મોટા દળો પણ વોટબેંકની રાજનીતિ કરી રહ્યા છે. વોટબેંકની રાજનીતિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આતંકવાદનો ખતરો રહેશે. આ ભાજપની ડબલ એન્જિન સરકાર છે. જે આતંકવાદ પર લગામ લગાવવા માટે સતત કામ કરી રહી છે. અમે ગુજરાતને આતંકવાદના ખેલ ખેલનારાઓ માટે હંમેશા બચાવીને રાખે છે. ગુજરાતની જે પેઢીએ કર્ફ્યુ પણ નથી જોયો 20-25 વર્ષના યુવાનોએ કર્ફ્યુ નથી જોયો. જે યુવાનોએ કર્ફ્યુ નથી જોયો મારે તેમને પણ બોમ્બ વિસ્ફોટથી બચાવવાના છે. આ કામ કોણ કરી શકે છે? આ કામ માત્ર ભાજપ સરકાર જ કરી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT