આ મારી છેલ્લી સભા હું નહી પરંતુ ગુજરાતની જનતા આ ચૂંટણી લડી રહી છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ તમામ પક્ષો પોતાનો તમામ ઠાઠ માઠ કામે લગાડી રહ્યા છે. ગત્ત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં થયેલા ભંગાણ અંગે પરિવર્તન કરી બેઠકો કબજે લેવા માટે નરેન્દ્ર મોદી પોતે મેદાનમાં ઉતરી રહ્યા છે. મતદાનને ગણતરીના કલાકો બાકી છે. આખરી તબક્કામાં રાજકોટ શહેરમાં આજે સભા સંબોધી હતી. જ્યાં તેમણે જણાવ્યું કે, પહેલી તારીખે જ્યારે મતદાન છે ત્યારે રાજકોટમાં પીએમ મોદીએ કહ્યું કે, આજે મારી છેલ્લી સભા છે. આ ચૂંટણી નરેન્દ્ર કે ભુપેન્દ્ર નથી લડી રહ્યા. આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે. દરેક જગ્યાએ મને અભુતપુર્વ પ્રતિસાદ મળ્યો છે. જેના પરથી જ પરિણામો પાક્કા થઇ ગયા છે. પાંચ વર્ષમાં 1500 કાયદાઓ નાબુદ કરીને 40 હજાર કમ્પ્લાયન્સ હટાવી દીધા છે.

કોંગ્રેસે દશકો સુધી શાસન કર્યું પરંતુ વિકાસ ન થયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પીએમ મોદીએ પ્રહાર કરતા કહ્યુ કે, કોંગ્રેસનું 10 વર્ષ સુધી શાસન હતું છતા વિકાસ ન થયો, ચા વાળો આવ્યો અને અર્થતંત્રને 5 માં નંબર પર લઇ ગયો. 2જી કૌભાંડ થયું, ગુજરાતમાં પહેલીવાર 5જી આવ્યું છે હવે જેટ ગતિએ કામ થશે. ગુજરાતમાં મશીનથી મોબાઇલ બને છે. જેનો સીધો જ લાભ રાજકોટને મળી રહ્યો છે. ટેક્નોલોજીના ઉપયોગથી મે ભ્રષ્ટાચાર ખતમ કર્યો છે, જી 20 દેશમાં થાય તે જોવા માટે લોકો આતુર છે.

ગુજરાતની જે ચમક દમક છે તે ભાજપને આભારી છે, પહેલા તોફાનોની મેશ જોવા મળતી હતી
પીએમએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાત વિકસીત, સમૃદ્ધ અને નવી ઉંચાઇઓને પાર કરીને નિર્ણય કરવાનો છે. કોંગ્રેસ પાર્ટીની મુળભુત વિચારધારા જ ભાગલાપાડો અને રાજકરોની છે. ગુજરાત કે દેસ, દેશને તોડનારી શક્તિઓ ક્યારે મદદ માટે તૈયાર નથી. કોંગ્રેસના શાસનમાં અસુરક્ષા, અશાંતિ, આતંકવાદ, વોટબેંકની રાજનીતિ, વ્હાલા દવલાની નીતિ અને અશાંતિ, આતંકવાદ, વોટબેંકની રાજનીતિ કોંગ્રેસના બ્રહ્માસ્ત્ર છે. આખા દેશમાં બરબાદી લાવનારી આ પાર્ટીને ગુજરાતના લોકો ઘુસવા નહી દે. આતંકવાદને સમર્થન સેનાનું મનોબળ તોડનારા આ લોકો છે.

ADVERTISEMENT

પ્રચારનો તમામ ભાર માત્ર મોદી-શાહ પર જ રહ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે વિધાનસભાની ચૂંટણી પ્રચારનો તમામ દોરોમદાર માત્ર અમિત શાહ અને પીએમ મોદીના ખભે રહ્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. વડાપ્રધાને 49 દિવસમાં રાજકોટ, ધોરાજી, જામકંડોરણા અને ફરી રાજકોટ એમ સતત ચાર સભાઓ કરી છે. અહીં ભાજપ દ્વારા નવા ચહેરા ઉતારીને પ્રયોગ કરવામાં આવ્યો છે. જેથી ભાજપ અહીં પોતાનું તમામ જોર કામે લગાડી રહ્યા છે. જ્યારે સ્થાનિક નેતાઓ અને જેમની ટિકિટો કપાઇ ગયા છે તેઓ તનથી તો પ્રચાર પ્રસારમાં રહે છે પરંતુ મનથી અહીં હાજર નથી રહેતો.

    follow whatsapp

    ADVERTISEMENT