સરકારે ચૂંટણી પહેલા ખેલ્યો મહત્વનો દાવ, આંદોલનકારીઓની આ માંગ સ્વીકારી
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે સરકાર એક બાદ એક નિર્ણય લેવા લાગી છે. સરકાર સામે એક બાદ એક આંદોલનો સામે આવવા લાગ્યા હતા.…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે સરકાર એક બાદ એક નિર્ણય લેવા લાગી છે. સરકાર સામે એક બાદ એક આંદોલનો સામે આવવા લાગ્યા હતા. ચૂંટણી સમયે આ આંદોલનો સરકાર માટે પડકારજનક બનવા લાગ્યા હતા. આંદોલનને ડામવા માટે સરકારે સમિતિની રચના કરી હતી. આ સમિતિ દ્વારા આંદોલનોને ડામવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા ત્યારે આજે સરકારે આંદોલનકારીઓની એક સાથે 15 જેટલી માગણીઓ સ્વીકારવામાં આવી છે. આંદોલનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા શાંત પડે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.
આ પડતર પ્રશ્નોનો કરવામાં આવ્યો નિકાલ
જૂની પેન્શન યોજના બાબતે
કેન્દ્રનો 2009નો કુટુંબ પેન્શન ઠરાવ સ્વીકારવામાં આવ્યો છે આ સાથે કેન્દ્રના ધોરણે 1 એપ્રિલ 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને GPF અને જૂની પેન્શન યોજના સમાવવાની વાત સ્વીકારવામાં આવી છે તથા CPFમાં 10 % ના બદલે 14% સરકાર દ્વારા ઉમેરવામાં આવશે.
ADVERTISEMENT
7મા પગાર પંચ મામલે
7મા પગારપંચના બાકી ભથા તારીખ 11/1/2016ની અસરથી લાગુ કરવામાં આવશે. કેન્દ્રના ધોરણે ઠરાવની તારીખથી તમામ લાભો આપવામાં આવશે.
સળંગ નોકરી
રહેમરાહે નિમાયેલ તમામ કર્મચારીની નોકરી સળંગ ગણવામાં આવશે આ સાથે 1/4/2019 થી સળંગ નોકરીનો લાભ આપવામાં આવશે.
ADVERTISEMENT
ઉચ્ચ પગાર ધોરણ
શૈક્ષણિક કેદાર સિવાય તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ 10,20,30ણું ઉચ્ચ પગાર ધોરણ આપવામાં આવશે. અને તેનો ઠરાવ કરવામાં આવશે.
ADVERTISEMENT
મેડીકલ ભથ્થૂ વધાર્યું
મેડીકલ ભથ્થૂ 300 થી વધારી સાતમા પગાર પંચ મુજબ 1 હજાર અપાશે
ચાલુ ફરજમાં અવસાન બાબત
કર્મચારીના મૃત્યુના કેસમાં અપાતી રકમમાં વધારી 14 લાખ કરવામાં આવી છે. અગાઉ કર્મચારીના મોતના કેસમાં 8 લાખની સહાય આપવામાં આવતી હતી.
પરીક્ષામાંથી મુક્તિ
45 વર્ષના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અપાશે. જે પરીક્ષા ન લેવાઈ હોય તેવ કિસ્સામાં ઉચ્ચ પગાર ધોરણનો લાભ કેસ ટુ કેસ નિર્ણય કરવામાં આવશે.
ખાતાકીય પરીક્ષા અંગે
પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં 60%એ મુક્તિ દૂર કરી 50 %એ પાસના બદલે 40% કરવામાં આવ્યા. તથા ખાતાકીય પરીક્ષામાં 5 વિષયને બદલે 3 વિષયની પરીક્ષાઅંગ્રેજી ભાષાનું પેપર રદ્દ કરવામાં આવ્યું જે ઠરાવ થશે તે તારીખથી અમલ થશે.
કમ્યુટેડ પેન્શન દરમાં ઘટાડો
કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદાત્મ્ય ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. વ્યાજના દરમાં ઘટાડા સાથે 15 વર્ષના 180 હપ્તાન બદલે 13 વર્ષના 156 હપ્તા કરવા માટે સરકાર સંમત થઈ છે. જેનાથી કર્મચારીઓને અંદાજિત 6 લાખનો ફાયદો થયો છે.
CCCની મુદત વધારાઈ
CCC પરીક્ષાની મુદ્દત વધારીને ડિસેમ્બર 2024 કરવામાં આવી છે.
જૂથ વિમા અંગે નિર્ણય
જૂથ વિમા અંગેની નિર્ણય કરવામાં આવ્યો છે. જૂથ વિમા કપાતની રકમના સ્લેબમાં વધારો કરવો તથા તે પ્રમાણે વિમા કવર વધારવામાં આવ્યો છે. હાલ 50 હજાર, 1 લાખ, 2 લાખ અને 4 લાખ છે તેના બદલે 2.50 લાખ, 5 લાખ, 10 લાખ અને 20 લાખનો ઠરાવ કરવણો સરકારે નિર્ણય કર્યો છે.
પ્રસૃતિની રજા અંગે
મહિલા કર્મચારીઓને પ્રસૃતિના કેસમાં મૂળ નિમણૂંક તારીખથી જ પુરા પગારી પ્રસૃતિની રજા મળશે. આ સાથે બદલી અને બઢતીના કિસ્સામાં મહિલા બે ભાગમાં રાજ્ય ભોગવી શકશે.
2006 પછીના કર્મચારીને લાભ
2006 પછીના ફિક્સ પગાર નીતિથી જોડાયેલ કર્મચારીઓને તા 1 એપ્રિલ 2019ની અસરથી સળંગ સિનિયોરિટીનો લાભ આપવાની વાત સ્વીકારવામાં આવી છે.
નગરપાલિકા અને મનપાના શિક્ષકો મામલે
નગરપાલિકા તથા મહાનગરપાલિકાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવા બાબતે ઠરાવ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
પુરા પગારમાં સમાવવા બાબતે
27 એપ્રિલ 2011 પહેલા ભરતી થયેલ પ્રાથમિક શિક્ષકોને નિવૃત્તિ સાથે પુરા પગારમાં સમાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. 27 વર્ષ 2008માં 4 જિલ્લા તથા વર્ષ 2010 ના 50% થી વધુ જિલ્લા બાકી છે તેમણે આ લાભ આપવા માટે નાણાં વિભાગમાંથી મંજૂરી આપવાની વાત સ્વીકારવામાં આવી છે.
આમ સરકાર દ્વારા વિવિધ સંગઠનોની માંગ સ્વીકારી અને ચૂંટણી પહેલા આંદોલનો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક બાદ એક આંદોલનો સરકાર માટે માથાનો દુખાવો બનવા લાગ્યા હતા. આ આંદોલનોની અસર ચૂંટણી પર પડે નહીં તે માટે ડામવા સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT