ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીઓ વધી, ગુજરાતના આ જિલ્લામાં નોંધાયો ત્રીજો કેસ

ADVERTISEMENT

maulana mufti
maulana mufti
social share
google news
  • જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મૌલાનાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો.
  • અરવલ્લી પોલીસે મૌલાના સામે ભડકાઉ ભાષણ આપવા મામલે કેસ નોંધ્યો.
  • કચ્છ પોલીસની કસ્ટડીમાંથી છૂટતા જ અરવલ્લી પોલીસ મૌલાનાની ધરપકડ કરી શકે.

Maulana Mufti Salman Azhari: જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે પોલીસ સકંજામાં આવેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીમાં વધુ એક વખત વધારો થયો છે. જૂનાગઢ અને કચ્છ બાદ હવે અરવલ્લી પોલીસે મૌલાના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. હાલમાં મૌલાના કચ્છ પોલીસની કસ્ટડીમાં છે અને 3 દિવસના રિમાન્ડ પર છે, રિમાન્ડ પૂરા થવા પર અરવલ્લી પોલીસ તેમની ધરપકડ કરી શકે છે.

ડિસેમ્બરમાં આપ્યું હતું મૌલાનાએ ભાષણ

ભડકાઉ ભાષણ આપવા મુદ્દે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અરવલ્લી પોલીસે મૌલાના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગુજરાતમાં આ મૌલાના વિરુદ્ધ ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. 24 ડિસેમ્બર 2023ના રોજ ભડકાઉ ભાષણ આપવા મામલે આ કેસ નોંધવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાની પોલીસ કસ્ટડીમાંથી છૂટતાની સાથે જ અરવલ્લી પોલીસ તેમની ધરપકડ કરી શકે છે.

જૂનાગઢમાં ભાષણનો વીડિયો વાઈરલ થયો હતો

નોંધનીય છે કે, જૂનાગઢમાં એક ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં નફરત ભર્યું ભાષણ આપ્યું હતું. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી મૌલાના મુફ્તી અને કાર્યક્રમના સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો. અઝહરી સહિત ત્રણ લોકો વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. મૌલાના સામે IPCની કલમ 153 B અને 505 (2) અંતર્ગત કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

ADVERTISEMENT

કચ્છમાં પણ નોંધાયો છે મૌલાના સામે કેસ

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખીયાળી ખાતે ગત 31મી જાન્યુઆરીના રોજ એક ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી (Mufti Salman Azhari)એ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પણ મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. સામખીયાળીમા યોજાયેલ કાર્યક્રમમાં સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. જે બાદ પોલીસે વીડિયો સહિતના પુરાવા એકઠા કર્યા હતા. આ મામલે સામખીયાળી પોલીસ મથકે આયોજક મામદખાન મુર અને મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ફરિયાદ નોંધાઈ હતી.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT