જતા નહીં, નહીંતર થશે ધરમનો ધક્કો: વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ અમદાવાદમાં આવતીકાલે આ રસ્તાઓ રહેશે બંધ
Ahmedabad News: ICC વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા વર્લ્ડ…
ADVERTISEMENT
Ahmedabad News: ICC વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા વર્લ્ડ કપ મેચને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ હાઇ પ્રોફાઇલ મેચ જોવા માટે એક લાખથી વધુ પ્રેક્ષકો સ્ટેડિયમમાં પહોંચવાના છે. તો અનેક મોટી-મોટી હસ્તીઓ પણ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવવાની છે. જેથી પોલીસ દ્વારા સુરક્ષાને લઈને પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને આવતીકાલે અમદાવાદ કેટલાક રસ્તાઓ બંધ રહેશે, તો કેટલાક રસ્તાઓ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ અંગે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે.
પોલીસે બહાર પાડ્યું જાહેરનામું
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ, આવતીકાલે એટલે કે 19/11/2023ને રવિવારના રોજ સવારના 11 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી જનપથ ટીથી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટથી કૃપા રેસીડેન્સી થઈ મોટેરા ટી સુધીનો રસ્તો બંને બાજુએ બંધ રહેશે.
આ રસ્તા પરથી કરી શકાશે અવરજવર
ડાયવર્ઝન માર્ગની વાત કરીએ તો તપોવન સર્કલથી ઓ.એન.જી.સી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-વનર કરી શકાશે. આ ઉપરાંત કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈને ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
આ વાહનો માટે લાગુ પડશે નહીં જાહેરનામું
જાહેરનામામાં જણાવ્યા અનુસાર, સદર ક્રિકેટ મેચ સાથે સંકળાયેલા વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો, આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનાર તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામું લાગું પડશે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT