JUNAGADH માં હવે રોપવેની લાઇનો નહી લાગે, તંત્રએ કર્યો મોટો ફેરફાર
ભાર્ગવી જોશી/જૂનાગઢ : રોપવેએ નવી કેબિનનો ઉમેરો કરીને દર કલાકે ક્ષમતા 800થી વધારીને 1000 કરવામાં આવી છે. દિવાળીના તહેવારોમાં આગોતરા બુકીંગ માટે હવે ઓનલાઈન ટિકીટ…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી/જૂનાગઢ : રોપવેએ નવી કેબિનનો ઉમેરો કરીને દર કલાકે ક્ષમતા 800થી વધારીને 1000 કરવામાં આવી છે. દિવાળીના તહેવારોમાં આગોતરા બુકીંગ માટે હવે ઓનલાઈન ટિકીટ વ્યવસ્થા ઉપલબ્ધ છે. ગિરનારમાં આગામી દિવાળીમાં પ્રવાસીઓ અને શ્રધ્ધાળુઓના ભારે ધસારાને પહોચી વળવા માટે તેની ક્ષમતામાં વધારો કર્યો છે.
દિવાળીની તહેવારોની સિઝન પૂર્વે 10 થી 15 ઓક્ટોબર દરમ્યાન સમગ્ર રોપવે સિસ્ટમના પૂર્વ આયોજીત મેઈન્ટેનન્સની કામગીરી પૂરી કરી છે. રોપવેની વહન ક્ષમતામાં વધારો કર્યો છે. આયોજન મુજબ રોપવે તા.16 ઓક્ટોબરથી કાર્યરત થઈ જશે. કેબિનમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા દર કલાકે 800 પ્રવાસીઓના પરિવહનની ક્ષમતા હતી હવે તે વધીને 1000 કરી દેવામાં આવી છે. જેના માટેનુ આનુષાંગિક તૈયારીઓ પણ કરી દેવાઇ છે. આ અંગે રોપવે સંચાલક કંપનીએ જણાવ્યું કે, રોપવે સિસ્ટમમાં 6 કેબિનનો ઉમેરો કરવામાં આવ્યો છે. હવે કુલ 31 રોપ વે કેબિન થઇ ચુકી છે. જેથી હવે પ્રતિ કલાક 1000 થઇ ચુકી છે.
કંપની દ્વારા વધારવામાં આવેલી 25 ટકા ક્ષમતાના કારણે દિવાળીના તહેવારમાં પ્રતિક્ષાનો સમય ઘટી જશે. પ્રવાસીઓએ લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહીને સમય બગાડવો નહી પડે. જેના કારણે શ્રધ્ધાળુઓ વ્યૂઈંગ પોઈન્ટથી આસપાસના કુદરતી સૌંદર્યની મજા સરળતાથી માણી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રોપવેને 24 ઓકટોબરે 2 વર્ષ પૂર્ણ થશે . અત્યાર સુધીમાં 13 લાખથી વધારે શ્રદ્ધાળુઓ દ્વારા મા અંબાના દર્શન કરવામાં આવ્યા છે.
અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તા.24 ઓક્ટોબર, 2020ના રોજ ગિરનાર રોપવેનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગને દિવાળીના તહેવારોમાં બરાબર બે વર્ષ પૂરાં થયા છે. અગાઉ ગિરનાર ચઢવા માટે 6 થી 7 કલાકનો સમય લાગતો હતો, હવે માત્ર 7 થી 8 મિનિટ જ લાગે છે. આ સુવિધાને કારણે શ્રધ્ધાળુઓ ઝડપથી અને સુગમ રીતે ગિરનાર પર જઈ શકે છે. અત્યાર સુધીમાં 13 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ ગિરનારો રોપવે સર્વિસનો લાભ લીધો છે. રોપવે સર્વિસ સવારના 7 થી સાંજના 5 સુધી કાર્યરત રહે છે. ગત વર્ષે કોરોના હોવાછતાં 90000 લોકો દિવાળી વેકેશનમાં આવ્યા હતા. આ વર્ષે આ સંખ્યા બમણી કરતા પણ વધે તેવી શક્યતા.
ADVERTISEMENT
આ ઉપરાંત દિવાળીના તહેવારો માટે ઓનલાઈન ટિકીટ બુકીંગની વ્યવસ્થા પણ ચાલુ કરી છે. શ્રધ્ધાળુઓ અને પ્રવાસીઓ તેમની ટિકટ QR કોડ સ્કેન કરીને અથવા www.udankhatola.com ઉપર ઓનલાઈન બુક કરાવી શકે છે. આ સુવિધાને કારણે પ્રવાસીઓએ લાંબી લાંબી લાઇનોમાં નહી લાગવું પડે. જૂનાગઢની મુલાકાત અંગે આગોતરૂ આયોજન કરી શકાશે.
ADVERTISEMENT