લોકસાહિત્યના બે દિગ્ગજો વચ્ચે જાહેરમાં માથાકુટ: બોલતા ન આવડતું હોય તો સ્ટેજ પર જ ના ચડાય

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ રાજકીય ગરમી તો વધી જ રહી છે પરંતુ સાથે સાથે હવે લોકસાહિત્યકારોમાં પણ શાબ્દિક ટપાટપી વધી રહી છે. ગુજરાતી લોકસાહિત્યના બે મોટા નામ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે હવે જાહેર મંચ પરથી શાબ્દિક ટપાટપી શરૂ થઇ ગઇ છે. હાલમાં જ બંન્નેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. બંન્ને જાહેર મંચો પરથી એક બીજા પર આક્ષેપો કરે છે તેવા વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

અમારે માફી માંગવી પડે તે દિવસે સ્ટેજ પર જ નહી ચડીએ
જેમાં એક વીડિયોમાં ઇસરદાન ગઢવીના પુત્ર બ્રિજરાજદાન ગઢવી કહે છે કે, અમે તો સિંહના બાળ છીએ કોઇની માફી નો માગીએ. માફી માંગવી પડે એવો દિવસ આવે તે દિવસે સ્ટેજ પર જ નહી ચડીએ. તમે સ્ટેજ પર ચડીને શું બોલો છો તેની તો તમને ખબર હોવી જોઇએ ને. શું બોલો છો તે ના ખબર પડતી હોય તો સ્ટેજ પર જ ના ચડાય. ગમે તે થાય માફી માંગવાની વાત આવતી જ નથી ક્યારે માફી માંગવાની તો થતી જ નથી. આ આડકતરો ઇશારો દેવાયત ખવડ તરફ હતો. જેણે એક વિવાદિત ટિપ્પણી કરી અને તે મુદ્દે માફી માંગવી પડી હતી.

સામસામે ઘા થાતા હોય ત્યારે ખબર પડે બાકી કોનું લોહી એના પુરાવા ન આપવાના હોય
જો કે આ મુદ્દે જાહેર મંચ પરથી જ પ્રતિક્રિયા આપતા દેવાયત ખવડે કહ્યું કે, હા કોકની વાયરલ થઇ રહી છે એક બે ક્લિપો જેમાં લોહીને કોનો છોકરોને એવી વાતો મે સાંભળી છે. પણ તમે સાચુ લોહી હો તો તમારે કહેવાનું ના હોય ગુણગાન કરવાનાં ન હોય. જ્યારે ખરાખરીના ખેલ હોય સામે ઘા થતા હોય ત્યારે ખબર પડે કોનું લોહી કેવું. વાતુ કરવી તો બધાને સારી જ લાગે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT