મુંદ્રા પોર્ટથી મળેલ ડ્રગ્સ વેચીને પૈસા આતંકવાદીઓને આપવાનું હતું ષડયંત્ર: NIA

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : NIAએ મુંદ્રા પોર્ટ નાર્કોટીક્સ જપ્તી કેસમાં બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચોંકાવનારા કેસમાં બીજી ચાર્જશીટમાં અનેક મોટા ખુલાસાઓ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંદ્રા પોર્ટ પર 210 કિલો હેરોઇન ઝડપાયું હતું. જેને પ્રાથમિક રીતે DRI દ્વારા સંભાળવામાં આવ્યો હતો. જો કે ત્યાર બાદ સમગ્ર મામલો NIA ને ટ્રાન્સફર કરી દીધો હતો. આ સમગ્ર માલ અફઘાનિસ્તાનથી ઇરાનના બંદર દ્વારા મોકલવામાં આવ્યો હતો. આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાતા સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો હતો. એનઆઇએ દ્વારા 29 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

NIA દ્વારા પુરક ચાર્જશીટ રજુ કરવામાં આવી
જો કે હવે એનાઇએ દ્વારા પુરક ચાર્જશીટ દાખલ કરીને 22 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ NIA સ્પેશિયલ કોર્ટ, અમદાવાદમાં IPCની કલમ 8(c), 21(c), 23(c), NDPS એક્ટ, 1985ની 29 અને UA(P) એક્ટ, 1967 ની કલમ 17, 18 અને 22C હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય કાર્ટલનો પર્દાફાશ થયો
કેસની વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, અફઘાનિસ્તાનથી ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો દ્વારા હેરોઈનના ગેરકાયદેસર કન્સાઈનમેન્ટની દાણચોરી કરવાનું સંગઠિત ગુનાહિત કાવતરું હતું. આરોપીઓ દ્વારા સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતું. અપરાધના આગળ અને પાછળના જોડાણોની તપાસ દરમિયાન ડ્રગ ભરેલા કન્સાઇનમેન્ટની આયાત, સુવિધા અને પરિવહનમાં સામેલ ઓપરેટિવ્સનું એક ખુબ જ સુગઠીત નેટવર્કનો પણ પર્દાફાશ થયો હતો. એવું પણ સામે આવ્યું છે કે, ભારતમાં ફ્લોટ કરાયેલી બહુવિધ નકલી/શેલ ઈમ્પોર્ટ પ્રોપ્રાઈટરશિપ ફર્મ્સ દ્વારા કન્સાઈનમેન્ટ્સની આયાત કરવામાં આવતી હતી.

ADVERTISEMENT

મુખ્ય આરોપી દિલ્હીમાં અનેક બારનો માલિક છે
મુખ્ય આરોપી હરપ્રીત સિંહ તલવાર અનેકવાર દુબઈ, UAE ની મુલાકાતે ગયો હતો. ભારતમાં હેરોઈનની વાણિજ્યિક માત્રામાં દાણચોરી કરવા માટે આયાતના વેપારી દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવાના કાવતરામાં ઇરાદા પુર્વક જોડાયો હતો. તે નવી દિલ્હીમાં ક્લબ, રિટેલ શોરૂમ અને આયાત કંપનીઓ જેવા અનેક બિઝનેસ પણ ધરાવે છે. આ કંપનીઓ કબીર તલવાર દ્વારા તેમના કર્મચારીઓ, સંબંધીઓ અને મિત્રોના નામે ખોલવામાં આવેલી છે. જો કે તેનું સંચાલન પોતે જ કરે છે. આ કંપનીઓનો ઉપયોગ માદક દ્રવ્યો, પ્રતિબંધિત વસ્તુઓની આયાત કરવા અને દાણચોરીના કાર્ટેલમાં તેની ભૂમિકાના બદલામાં કાયદેસર માલના રૂપમાં રેમિટન્સ મેળવવા માટે કરવામાં આવતો હતો. આવી એક ડઝનથી વધુ કંપનીઓની ઓળખ થઇ છે. હાલ તેની તપાસ ચાલી રહી છે. ચાર્જશીટ કરાયેલી પેઢી, મેસર્સ મેજન્ટ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. આ કંપનીનો ઉપયોગ અફઘાનિસ્તાનથી ભારતમાં સેમી-પ્રોસેસ્ડ ટેલ્ક પથ્થરના રૂપે હેરોઈન આયાત કરવા અને મેળવવા માટે થતો હતો.

ભારતના મુંદ્રા ઉપરાંત કોલકાતા પોર્ટ પર પણ માલ ઉતારતા
તપાસ દરમિયાન એવું બહાર આવ્યું કે, ભારતીય બંદરો (મુન્દ્રા, કોલકાતા)માં હેરોઈન ભરેલા કન્સાઈનમેન્ટની આયાત કરવા અને નવી દિલ્હી ખાતેના વિવિધ વેરહાઉસમાં તેની વધુ ડિલિવરી માટે વિદેશી આધારિત નાર્કોટિક વેપારીઓ દ્વારા સિન્ડિકેટ સભ્યોનું સંગઠિત નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. અફઘાન નાગરિકોનું ભારત આધારિત નેટવર્ક તેમને હાયર કરતું હતું. અહીં તેઓ ડિલીવરી અને ડિસ્પેચનું કામ કરતા હતા.

ADVERTISEMENT

નવી દિલ્હીના વેરહાઉસ ખાતે જ ડ્રગ્સ બનાવતા હતા
નવી દિલ્હીના વેરહાઉસ ખાતે પહોચ્યા બાદ તેને પ્રોસેસિંગ/એક્સટ્રેક્ટ કરવા અને વિતરણ કરવામાં આવતું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે, હેરોઈનના વેચાણથી મળેલ ભંડોળ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે લશ્કર-એ-તૈયબા (LeT) ના ઓપરેટિવ્સને પૂરું પાડવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

1. હરપ્રીત સિંહ તલવાર
2. પ્રિન્સ શર્મા
3. રહેમતુલ્લાહ કાકર
4. ઇશ્વિન્દર સિંઘ
5. જસબીર સિંઘ
6. શહેનશાહ ઝહીર (કાબુલ)
7. સુશાંત સરકાર
8. મેસર્સ આશી ટ્રેડિંગ કો. લિ. (IEC- AOTPG6030R), ભારત આધારિત પેઢી/કંપની.
9. મેસર્સ જીસસ ક્રાઈસ્ટ ઈમ્પેક્સ (IEC- 0212007611 અને PAN- APAPS2780N), ભારત આધારિત પેઢી/કંપની.
10. M/s Magent India (IEC-FTAPS0548K), ભારત આધારિત પેઢી/કંપની.
11. M/s V/K એન્ટરપ્રાઇઝિસ (IEC- CRIPK0921P), ભારત આધારિત પેઢી/કંપની.
12. મેસર્સ વ્યોમ ફેશન્સ (IEC- CXBPP7317K), ભારત આધારિત પેઢી/કંપની.
13. મેસર્સ હસન હુસૈન લિમિટેડ, અફઘાનિસ્તાન સ્થિત કંપની.
14. મેસર્સ હબીબ શહાબ ટેલ્ક એન્ડ માર્બલ પ્રોસેસિંગ કંપની, અફઘાનિસ્તાન સ્થિત કંપની.
15. વિત્યશ કોસર (UAE)
16. ફરીદુન અમાની (અફઘાનિસ્તાન)
17. અબ્દુલ સલામ નૂરઝાઈ (અફઘાનિસ્તાન)
18. મોહમ્મદ ઈકબાલ અવન, મો. મોહમ્મદ હુસૈન અવન, રહે/ઓ કુંડી બરજાલા, કમલકોટ, ઉરી, જમ્મુ અને કાશ્મીર અને હાલમાં મુહાજીર કેમ્પ, માનક હટિયાન, પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર ખાતે રહે છે.
19. મોહમ્મદ હુસૈન (અફઘાનિસ્તાન)
20. મોહમ્મદ હસન શાહ(અફઘાનિસ્તાન)
21. મચાવરમ સુધાકર
22. રાજકુમાર પેરુમલ

    follow whatsapp

    ADVERTISEMENT