ગોંડલ ચોકડીના બ્રિજ પર પોપડું નહીં માત્ર ભમરી જ પડી? ભાજપના નેતાએ કર્યો બચાવ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: ગોંડલ ચોકડી પર ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂ.90 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 3 મહિના પહેલાં કર્યું હતું. પરંતુ રૂ.90 કરોડના ખર્ચે બનેલો બ્રિજ પૂરા 90 દિવસ પણ માંડ ટક્યો. 90 દિવસમાં બ્રિજમાં પોપડાં ખરવા લાગ્યાં. ત્યારે આ બ્રિજને લઈ ભાજપ નેતા અને સાંસદ સભ્ય મોહન કુંડારિયાનું નિવેદન સામે આવ્યુ છે. ગોંડલ ચોકડીએ પોપડું નહિ માત્ર ભમરી પડી હતી.

હજુ મોરબી પુલની દુર્ઘટના આંખ સામે આવી ઊભી રહે છે. ત્યાં જ રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજ પર ગાબડું પડતાં લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. આ દરમિયાન બ્રિજના ઉપરના ભાગે જે સેફટી વોલ બનાવવામાં આવી છે તેમાં તિરાડ પડી અને મસમોટું ગાબડું પડ્યું છે. જેને લઈ ભાજપના નેતાએ બચાવ કરતાં કહ્યું કે પોપડું નહીં પણ માત્ર ભમરી પડી હતી. પ્લાસ્ટરનું પોપડું પડ્યું છે. આરસીસીને કોઈ જ નુકશાન થયું નથી. હું ખુદ આ સ્થળ પર જોવા પહોંચ્યો હતો. બ્રિજને કોઈ નુકશાન નથી પહોંચ્યું.

ટૂંક સમયમાં રાજકોટને મળશે આટલી સુવિધા
સાંસદસભ્ય મોહન કુંડારિયાએ રાજકોટને મળનારી સુવિધાને લઈ મોટી જાહેરાત કરી છે. રાજકોટ એઇમ્સ હોસ્પિટલને લઇ સાંસદ મોહન કુંડારીયાનું નિવેદન આપતા તેમણે કહ્યું કે રાજકોટ શહેરમાં દિવાળી પૂર્વે ફૂલ ફલેજમાં એઇમ્સ હોસ્પિટલ શરૂ થશે.14 તરીકે ઇન્સ્પેક્શન માટે આવશે. આ સાથે સાથે હિરાસર એરપોર્ટનું એક લાયસન્સ બાકી છે તે આગામી ટૂંક સમયમાં મળશે. દિવાળી પૂર્વે એરપોર્ટ પણ કાર્યરત થઇ જશે. આ ઉપરાંત રેલવેને લઈ તેમણે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, રેલવે ડબલ ટ્રેક કામગીરી પણ પૂર્ણ થઇ ગઈ છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ કાલે ઇન્સ્પેકશન માટે આવશે . 1 જુલાઈ થી સૌરાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક એન્જીન થી ટ્રેનો દોડવા લાગશે.

ADVERTISEMENT

(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)

    follow whatsapp

    ADVERTISEMENT