રાજ્યમાં 6 વર્ષ સુધીના બાળકોમાં ગંભીર બીમારી, રોજના 600થી વધુ કેસ આવતા ચકચાર…

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ ગુજરાત રાજ્યના સુરત શહેરમાં 6 વર્ષના બાળકોમાં ગંભીર બીમારીના લક્ષણો જોવા મળ્યા છે. જેમાં આ વયની ઉંમરના બાળકોને જીભ, હાથ અને પગ પર ફોડલા અથવા ચાંદા પડી જાય છે. એટલું જ નહીં તે એટલા ઝડપથી ફેલાય છે કે અત્યારે સુરતની જ વાત કરીએ તો દરરોજ 600થી વધુ આ બીમારીના કેસ સામે આવી રહ્યા છે.

ડોકટરોએ બીમારીની ઓળખ કરી…
સુરતમાં સતત બાળકોમાં વધતા જતા સંક્રમણને જોતા ડોકટરોએ આ બીમારીને ઓળખી પાડી છે. આને હેન્ડ ફૂટ એન્ડ માઉથ ડિસિઝ તરીકે ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે 2017માં પણ આ રોગ બાળકોમાં ઝડપથી પ્રસરી રહ્યો હતો. તેવામાં હવે પાંચ વર્ષના સમયગાળા પછી ફરીથી આના કેસો સામે આવતા માતા-પિતાએ સાવચેત રહેવું પડશે. અત્યારે ડોકટરો આના નિદાન માટે એન્ટિબાયોટિક દવાઓ અને બહારના જંક ફૂડ નહીં ખાવાની સલાહ આપી રહ્યા છે.

ADVERTISEMENT

જાહેર સ્થળો પર બાળકોએ સાવચેત રહેવું પડશે
નોંધનીય છે કે આ રોગ 6 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકોને જ થાય છે. એટલે માતા પિતાએ નર્સરી, શાળા કે પછી પ્લેસ્કૂલમાં જતા બાળકોને સાવચેત રહેતા શીખવાડવું પડશે. વળી જો કોઈ આવા લક્ષણ સાથે નર્સરીમાં બાળક આવે તો તેને યોગ્ય ઉપચાર મળે એના માટે શિક્ષકોએ પણ કાળજી રાખવી જોઈએ. તથા તે સ્વસ્થ ના થાય ત્યાં સુધી રજા આપવી જોઈએ.

જાણો બીમારીના લક્ષણો તથા સાવચેતીના પગલાં…
આ એક ચેપી રોગ છે જે એક બાળકમાંથી બીજામાં ઝડપથી ફેલાય છે. વળી સૌથી પહેલાં તો આ બીમારી તાવ આવે છે અને ત્યારપછી ગળા અને જીભમાં ફોડલા કે ચાંદા પડી જાય છે. ધીમે ધીમે આખા શરીર પર આની અસર જોવા મળે છે.

ADVERTISEMENT

આ રોગથી બચવા માટે બાળકોના કપડા બરાબર ધોવા જોઈએ અને રમકડાથી લઈ અન્ય તમામ વસ્તુઓને સેનિટાઈઝ કરવી જોઈએ. એટલું જ નહીં બાળક કોની સાથે રમે છે તથા કોઈને આનો ચેપ તો નથી લાગ્યોને એની પણ સતત સાવચેતી રાખવી જોઈએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT