કરીનાના પેટમાં છે સાપ, એક્સરે જોઇને ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત
પટના : બિહારના વૈશાલી જિલ્લાના ચાંદપુરા ગામમાં રહેતી એક યુવતી અને તેનો પરિવાર એક વિચિત્ર બિમારીના કારણે પરેશાન છે. તેના પરિવારનું કહેવું છે કે, ઓગસ્ટ…
ADVERTISEMENT
પટના : બિહારના વૈશાલી જિલ્લાના ચાંદપુરા ગામમાં રહેતી એક યુવતી અને તેનો પરિવાર એક વિચિત્ર બિમારીના કારણે પરેશાન છે. તેના પરિવારનું કહેવું છે કે, ઓગસ્ટ મહિનાથી જ તેના પેટમાં એક સાપ છે. જેના કારણે તેની તબિયત દિવસેને દિવસે બગડી રહી છે. જેના કારણે હાલ તેના પરિવાર ઉપરાંત તબીબો પણ પરેશાન છે.
પરિવારે આસપાસના ડોક્ટર્સને દેખાડ્યું તેઓ આશ્ચર્યચકિત
પરિવાર દ્વારા હાજીપુર અને આસપાસના તમામ ડોક્ટર્સ પાસે સારવાર કરાવી ચુક્યા છે. તેના પેટનો એક્સરે કરવામાં આવે તો તેના પેટમાં સાપ જેવું કંઇક દેખાય પણ છે. જો કે તેઓ ગામડાની હોસ્પિટલથી આગળ સારવાર માટે જઇ શક્યા નથી તેનું કારણ છે પરિવારની આર્થિક સ્થિતિ. કરિનાના પિતા રાજકુમાર પાસવાને જણાવ્યું કે, અમારી આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. જેથી અમે અમારી પુત્રીની સારવાર કરાવી શકતા નથી. યોગ્ય સારવાર નહી મળવાના કારણે કરીના દિવસેને દિવસે વધારે બિમાર પડી રહી છે અને તેનું શરીર પણ સતત ફુલી રહ્યું છે.
કરીનાના પેટમાં સાપ હોવાની અફવા ફેલાતા લોકો દુરદુરથી આવે છે
જો કે એવો પણ દાવો થઇ રહ્યો છે કે, થોડા દિવસો પહેલા જ તેણે માટી ખાધા બાદ તેની તબિયત બગડી હતી. ત્યાર બાદ તેના પેટમાં સાપ જેવું કંઇક દેખાવા લાગ્યું હતું. હાલ તો કરીનાના પેટમાં સાપ હોવાની અફવા ફેલાતા લોકો દુરદુરથી તેને જોવા માટે પણ આવે છે. સેંકડો લોકો એકત્ર થાય છે પરંતુ બધા તેને જોઇને કોઇ દર્શન કરીને જતા રહે છે પરંતુ કોઇ સારવાર માટેની વાત નથી કરતું.
ADVERTISEMENT
કરીનાના પિતાએ NGO સહિત સરકારને અપીલ કરી
કરીનાનો પરિવાર હાલ તો પરેશાન છે. આવી સ્થિતિમાં જરૂરી છે જે સરકાર કે કોઇ સંસ્થા આગળ આવે અને કરીનાની યોગ્ય સારવાર કરાવે જેથી કરીના અને તેના પરિવારને આ સમસ્યામાંથી મુક્તિ મળે. જો ઉચ્ચ ડોક્ટર્સ દ્વારા તેની યોગ્ય સારવાર કરવામાં આવે તો તેનો જીવ બચી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT