છડેચોક જામ્યું આખલાઓનું યુદ્ધ, દ્વારકાવાસીઓનો તંત્રને એક જ સવાલ ક્યારે મળશે આ ત્રાસમાંથી મુક્તિ ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

રજનીકાંત જોશી, દ્વારકા: દેશ વિદેશના લોકો યાત્રાધમ દ્વારકામાં દર્શનાર્થે આવી રહ્યા છે. આ દરમિયાન દ્વારકા અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. જેમાંથી રખડતા પશુની સમસ્યા રાજ્યભરમાં છે. ક્યારેક કોઈને શિંગડે ઉલાળી અને જીવ પણ લીધા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં વર્ષોથી એક જ સમસ્યા ખુંટિયાઓનો ત્રાસ.ત્યારે દ્વારકામાં ભરી બજારમાં ખૂંટીયાના યુદ્ધથી અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાનો વિડીયો સામે આવ્યો છે.

રાજ્યમાં રખડતા પશુના ત્રાસથી અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે અનેક લોકોને ઇજા પણ પહોકહી ચૂકી છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ રખડતા પશુએ ઇજા પહોંચાડી છે. ત્યારે દેવ ભૂમિ દ્વારકામાં પણ રખડતા પશુના ત્રાસથી યાત્રાળુ અને સ્થાનિકો ત્રાહિમામ છે. દ્વારકામાં આખલાના યુદ્ધનો વિડીયો સામે આવ્યો છે. જેમાં આખલાઓ દ્વારા રસ્તો બાનમાં લેવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ નુકશાન પહોંચ્યું ન હતું. પરતું રાહદારીઓના જીવ તાળવે છંટડી દીધા હતા.

લોકોમાં ભયનું વાતાવરણ
ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ એટલે દ્વારકા નગરપાલિકા વિસ્તાર, પૌરાણિક ગામ હોવાથી મોટાભાગની ગલીઓ સાંકળી છે.સ્થાનિક લોકો દ્વારા ગમે ત્યાં એઠવાડ નાખી દેવાથી આ ખુટિયાઓને રોજ અલગ અલગ સ્વાદની વાનગી મળી જાય છે. તેથી ખોરાક માટે વન વગડામાં જવું પડતું નથી અને આને કારણે આ ખૂટ્યાઓ દ્વારકા શહેરની ગલીઓ ગલીઓમાં જોવા મળે છે. જ્યારે જ્યારે આ ખૂંટિયાઓ સામ સામે આવી જાય છે ત્યારે યુદ્ધ જેવું વાતાવરણ ઊભું થાય છે. જેના કારણે દ્વારકા આવતા યાત્રાળુ ,મહિલાઓ, વડીલો અને બાળકોને અકસ્માતનો મોટો ભય રહે છે.

ADVERTISEMENT

હોટલમાં પત્નીને એકલી મૂકી પતિ મોબાઈલ અને ડોક્યુમેન્ટ લઈ થયો ફરાર, પછી થઈ જોવા જેવી

તંત્ર ક્યારે આવશે હરકતમાં
ભૂતકાળમાં અનેકવાર યાત્રાળુ અને સ્થાનિક લોકોને આ ખુંટીયાઓના મારથી ગંભીર પ્રકારની ઈજા અને કેટલીક વાર તો જીવ પણ ગયા છે. તેમ છતાં સ્થાનિક વહીવટી તંત્ર અને મહિનામાં 15 દિવસ આવતા ઉચ્ચ અધિકારીઓ અને વીઆઈપીઓને આ નજરે ચડતું નથી. યાત્રાળુ અને સ્થાનિક લોકોની ભારપૂર્વક માંગણી કે દ્વારકાને ખૂટ્યાઓના ત્રાસથી મુક્ત કરવામાં આવે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT