સ્ત્રી સલામતીના માત્ર દાવા? પાટનગર ગાંધીનગરના વ્યસ્ત વિસ્તારમાં યુવતી સાથે…
ગાંધીનગર: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેના કારણે સ્ત્રી સુરક્ષીત હોવાના સરકારી દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થઇ રહ્યા છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં…
ADVERTISEMENT
ગાંધીનગર: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેના કારણે સ્ત્રી સુરક્ષીત હોવાના સરકારી દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થઇ રહ્યા છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક યુવતી સાથે લૂંટ બાદ બળજબરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના ગાંધીનગરના સૌથી વ્યસ્ત ગણાતા વિસ્તારો પૈકી એક એસ.ટી ડેપોની પાછળ બની હતી.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર એસ.ટી ડેપો પાછળ મેદાનમાં નોનવેજની લારીવાળાઓએ કબજો જમાવ્યો છે. જેથી અસામાજિક તત્વોનો ત્યાં અડ્ડો બની ચુક્યોછે. ગાંધીનગર કોર્પોરેશનની મીઠી નજર હેઠળ ત્યાં આ ધંધો ફુલીફાલી રહ્યો છે. ધીરે ધીરે અસામાજિક તત્વોનો જમાવડો આ જ સ્થળ પર થવા લાગ્યો છે.
વડોદરામાં રહેતી અને મુળ ગાંધીધામની 26 વર્ષીય યુવતી ગઇકાલે અમદાવાદ આંખના ચેકઅપ માટે આવી હતી. ત્યાર બાદ વાળ કપાવવા ગઇ હતી અને ત્યાર બાદ બસને સમય હોવાથી પોતાના મિત્ર સાથે ફરવા માટે નિકળી હતી. દરમિયાન એક જગ્યાએ ઝાડીમાં તે લઘુશંકા કરવા ગઇ ત્યારે અચાનક કેટલાક યુવાનો આવી ચડ્યા હતા. તેણે યુવતીના મિત્રને માર મારી તેના ખીચામાંથી પૈસા લઇ લીધા હતા.
ADVERTISEMENT
યુવતીની સોનાની ચેઇન, વિંટી સહિત ઘરેણા આંચકી લીધા હતા. જો કે લૂંટારાઓ પૈકી એકની નિયત ખરાબ થતા તેણે યુવતી સાથે શારીરિક અડપલા શરૂ કર્યા હતા. તેને ઝાડીમાં લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બુમાબુમ થતા એક કિન્નર ત્યાં દોડી આવ્યા હતા અને તેણે યુવતીને અને યુવકને છોડાવ્યા હતા. પ્રતિકાર દરમિયાન ઝપાઝપી થતા બુટ્ટી, વીંટી નીચે પડી ગયા હતા. યુવકો ભાગ્યા ત્યારે બાઇક પણ પડ્યું રહ્યું હતું. હવે પોલીસે બાઇકના આધારે તપાસ આદરી છે.
ADVERTISEMENT