પરીક્ષામાં ચોરી તો ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઇ છે, ચોરીના સીસીટીવીના આધારે કાર્યવાહી શરૂ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાતમાં પરીક્ષામાં ચોરી થવી એ તો લગભગ રિવાજ બની ગયો છે. બાળમંદિરથી માંડીને સરકારની મોટી મોટી ભરતીઓમાં પણ અનેક કૌભાંડો સામે આવી ચુક્યા છે. લોકો પણ હવે થાકી ચુક્યા છે. લોકોને હવે પેપર ફુટે તો નવાઇ નથી લાગતી. જો કે હવે બોર્ડ સ્તરે પણ પરીક્ષાઓ પણ જોવા મળે છે શિક્ષકોને પણ ચોરી પકડવામાં રસ ન હોય તેવી ઘટના સામે આવી છે. હાલમાં જ શિક્ષણ વિભાગ દ્વારા 1130 કોપી કેસ કરવામાં આવ્યા હતા. આ કોપી કેસ શાળા સ્તરેથી નહી પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા.

શિક્ષણ વિભાગ દ્વારા સીસીટીવીના આધારે કાર્યવાહી
બોર્ડની પરીક્ષા પુર્ણ થયા બાદ સીસીટીવી શિક્ષણ વિભાગને સોંપવામાં આવતા હોય છે. આ સીસીટીવી પણ શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે. આ તપાસમાં 1130 જેટલા વિદ્યાર્થીઓ કોપી કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. હવે જે સીસીટીવીને દેખાય તેના કરતા તો શિક્ષકોને સારુ જ દેખાતું હશે. પરંતુ શિક્ષકોને પણ હવે વિદ્યાર્થીઓના ભવિષ્યમાં વધારે રસ નથી લાગતો. અથવા તો કોઇ આર્થિક કારણો સબબ પણ તેમણે ચોરી થવા દીધી હોય તેવું બને.

સીસીટીવીના આધારે શિક્ષણ વિભાગે પોતે કાર્યવાહી કરી
જો કે હાલ તો શિક્ષણ વિભાગ દ્વારા સીટીવીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. 1130 વિદ્યાર્થીઓ પર કોપી કેસ કરવામાં આવ્યો છે. નિયમાનુસાર તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે શાળાઓ પાસે પણ જવાબ માંગવામાં આવ્યો છે. જો કે વધારે એક ચોરી પકડાતા વિદ્યાર્થીઓમાં સોપો પડી ગયો છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓમાં એવી ગેર સમજ હોય છે કે, સીસીટીવીના આધારે કોઇ કાર્યવાહી થતી નથી. પરંતુ હાલ તો શિક્ષણ વિભાગે આ માન્યતાને ખોટી પાડી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT