દાલબાટી મામલે દલિત યુવકની હત્યા કરનાર બન્ને આરોપીની કરવામાં આવી ધરપકડ, જાણો શું હતો મામલો
વિરેન જોશી, મહીસાગર: દલિત યુવકને ઢોર મારમારી મોતનો ઘાટ ઉતરનાર બન્ને આરોપીની મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. મહીસાગર જિલ્લા ખાનપુર તાલુકાના લીમડીયા ચોકડી…
ADVERTISEMENT
વિરેન જોશી, મહીસાગર: દલિત યુવકને ઢોર મારમારી મોતનો ઘાટ ઉતરનાર બન્ને આરોપીની મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. મહીસાગર જિલ્લા ખાનપુર તાલુકાના લીમડીયા ચોકડી પાસે વીરપુર રોડ પર આવેલ જય દ્વારકાધીશ હોટલ ખાતે દલિત યુવક રાજુ ચૌહાણને અમિત પટેલ તેમજ તેના સાથી દાના દ્વારા ઢોર મારમારતા દલિત યુવકનું વડોદરા એસ એસ જી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. સમગ્ર મામલે દલિત સમાજ તેમજ દલિત સમાજના અગ્રણી નેતા અને કૉંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આરોપીઓની ધરપકડ કરી સખ્ત સજા કરવા માંગ કરી છે.
બન્ને આરોપી અમિત પટેલ અને દાનાનો કોવિડ તેમજ મેડીકલ ટેસ્ટ કરાવી લુણાવાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટ દ્વારા બન્ને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ આપવામાં આવ્યો છે. બન્ને આરોપીને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સંતરામપુર સબ જેલ ખાતે મોકલી આપ્યા
જાણો શું હતો મામલો
યુવક ઘર નજીક હોટલમાં દાલબાટી લેવા ગયો હતો. જેમાં હોટલ દ્વારા ચારની જગ્યાએ ત્રણ દાલબાટી આપતા યુવક હોટલ પરત ગયો અને જાણ કરી કે તેને ઓછી દાલબાટી મળી છે. આવી સામાન્ય બાબતમાં હોટલના સંચાલક ઉશ્કેરાયા હતા અને રાજુને જાતી સૂચક શબ્દો કહી ઢોર માર માર્યો હતો. પરિણામે રાજુને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં હોટલના સંચાલકો યુવકને ગંભીર હાલત રિક્ષામાં ઘરે છોડીને જતા રહ્યા હતા જેના પગલે પરિવાર દ્વારા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિલમમાં લઈ ગયા હતા. જોકે ગત મોડી રાત્રે યુવકનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. જેથી પરિવારજનોમાં દુ:ખ સાથે રોષ વ્યાપી ગયો હતો અને ન્યાય ના મળે તો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
ADVERTISEMENT
જીગ્નેશ મેવાની આવ્યા હતા મેદાને
બનાવના પગલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને દલિત સમાજના લોકો સયાજી હોસ્પિટલપહોંચ્યા હતા. આરોપીઓ જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. તેમજ જણાવ્યું કે, ગુજરાતમાં દલિતો પર અત્યાચાર બંધ નથી થઈ રહ્યા. શરૂઆતમાં આ મામલે સ્થાનિક પોલીસે આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. એસપી અને રેન્જ આઈજીને રજૂઆત કર્યા બાદ FIRમાં 302ની કલમ ઉમેરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું.
ADVERTISEMENT