Gandhinagar: ખોટા તાંત્રિકો અને ભષ્ટ્રાચારીઓની હવે ખેર નહીં, સરકાર રજૂ કરશે 5 મહત્વના બિલ

ADVERTISEMENT

Gujarat Vidhan Sabha Monsoon Session
21 ઓગસ્ટથી ગુજરાત વિધાનસભાનું ત્રિ-દિવસીય સત્ર થશે શરૂ
social share
google news

Gujarat Vidhan Sabha Monsoon Session : ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર આવતીકાલ 21 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં સરકાર દ્વારા અનેક મહત્વના બિલ રજૂ કરવામાં આવશે. જેમાંથી એક વિધેયક અંધશ્રદ્ધા અને કાળા જાદુ વિરોધી પગલાં સૂચવતું છે અને બીજું દારૂ કે કેફી પદાર્થોમાં જપ્ત કરાયેલા વાહનોનો તત્કાલ નિકાલ કરવાનું છે. તો બીજી બાજુ ત્રણ દિવસીય સત્ર  દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજકોટ અગ્નિકાંડની ઘટના અને સરકારી ભરતીના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

આવતીકાલથી શરૂ થશે ત્રણ દિવસીય સત્ર

આવતીકાલે ત્રણ દિવસનું સત્ર શરૂ થાય તે પહેલા આજે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાશે. જેમાં સત્રની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. આ બેઠક વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવતીકાલથી શરૂ થનારા ગુજરાત વિધાનસભાના સત્રમાં ગુજરાત સરકાર 5 મહત્વપૂર્ણ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરવા માટે તૈયાર છે.

કેબિનેટે આપી દીધી છે મંજૂરી

આ વિધેયકોને થોડાદિવસ અગાઉ યોજાયેલી કેબિનેટની બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે. સત્રની પ્રથમ બેઠક તા. 21મીના બપોરે 12 કલાકે શરૂ થશે, જેમાં દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને ત્યારબાદ સરકારી કામકાજ પર ચર્ચા થશે. આ દરમિયાન સરકાર આ સત્રમાં પાંચ વિધેયકો રજૂ કરવા જઈ રહી છે. 

ADVERTISEMENT

ક્યાં-ક્યાં  વિધેયકો વિધાનસભા ગૃહમાં કરાશે રજૂ?

- ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાની તજવીજ કરવાનું બિલ રજૂ કરાશે. 

- આ સિવાય કાળા જાદુને રોકવા માટે કાયદો લાવવો અને દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી અંગેના કાયદા રજૂ કરાશે. 

ADVERTISEMENT

- મહેસૂલ વિભાગ પણ બિનખેતી માટેના પુરાવાની માન્યતાને લગતા કાયદાકીય સુધારા સાથે એક વિધેયક રજૂ કરશે, જે કૃષિ અને નોન-એગ્રીકલ્ચરલ લેન્ડ કન્વર્ઝનના મામલાઓમાં સ્પષ્ટતા લાવશે. 

ADVERTISEMENT

- આ ઉપરાંત કેન્દ્ર સરકારે સંસદમાં ફોજદારી ન્યાયસંહિતા વિધેયક ગત વર્ષે પસાર કરાવ્યું હતું. તે અનુસંધાનમાં ગુજરાત સરકાર આ સત્રમાં અનુકૂળ સુધારા સાથે આ વિધેયકને વિધાનસભામાં રજૂ કરશે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT